Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

યુપીઍલ દ્વારા પરિયેજ વેટ લેન્ડ ખાતે ચોથા સારસ ક્રેન ફેસ્ટિવલ યોજાયો

યુપીઍલ દ્વારા પરિયેજ વેટ લેન્ડ ખાતે ચોથા સારસ ક્રેન ફેસ્ટિવલ યોજાયો


 ટકાઉ ખેતીને લગતા ઉકેલો પૂરાં પાડવામાં વિશ્વની અગ્રણી શ્ભ્ન્ લિમિટેડે વર્લ્ડ વેટ લેન્ડ્સ ડે નિમિત્તે ખેડાના પરિયેજ વેટ લેન્ડ ખાતે ચોથા સારસ ક્રેન ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. શ્ભ્ન્  લિમિટેડના સિનિયરલીડ-ઘ્લ્ય્, રાકેશ કુમારે જણાવ્યું હતું કે, ૅસંરક્ષણ ઍક સામુહિક જવાબદારી છે, અને સારસ ક્રેન ફેસ્ટિવલ મારફતે  શ્ભ્ન્માં અમારો ઉદ્દેશ સ્થાનિક સમુદાયો, ખાસ કરીને યુવાપેઢી ને આ શાનદાર પક્ષીઓ તથા તેમના રહેણાકની જગ્યાનું રક્ષણ કરવામાં સામેલ કરવાનો છે. આ કાર્યક્રમમાં શ્ભ્ન્ લિમિટેડના અન્ય પ્રતિનિધિ તથા  ૧૫ શાળા અને ૩ કોલેજના ઉત્સાહી સહભાગી ઓ ઍ ભાગ લીધો હતો. આ વર્ષના ફેસ્ટીવલમાં ઍ વાત પર વિશેષભાર આપવામાં આવ્યો કે ખેડૂતો તથા સ્થાનિક સમુદાયની પેઢીઓ તેમના પરંપરાગત ઈકો લૉજિકલ જ્ઞાન, સિઝનલ જમીન-ઉપયોગની કામગીરી તથા સારસ ક્રેન પ્રત્યે સાંસ્કૃતિક સન્માન મારફતે વેટ લેન્ડ ઈકોસિસ્ટમને બચાવવામાં કેટલી મહત્વની ભૂમિકે ભજવે છે.

ભારતીય સારસ ક્રેન કે જે વિશ્વમાં સૌથી ઊંચે ઉડનારું પક્ષી છે અને ત્શ્ઘ્ફ રેડ લિસ્ટમાં સંકટગ્રસ્ત કેટેગરીમાં સામેલ છે, પરંપરાગત રીતે  આહાર લેવા તથા પ્રજનન માટે વેટ લેન્ડ્સ તથા ખેતરમાં રહે છે. ભારતમાં આશરે ૧૫,૦૦૦-૨૦,૦૦૦ સારસ ક્રેન વસવાટ કરે છે. ગુજરાતમાં સારસ ક્રેનની વસ્તી વર્ષ ૨૦૧૫-૧૬માં આશરે ૫૦૦ પક્ષીઓથી વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૧,૪૭૭ થઈ ગઈ છે ,જે આશરે ૩ ગણાથી વધારે છે. જે શ્ભ્ન્ના સારસ સંરક્ષણ પ્રોજેક્ટને લીધે શક્ય બન્યું છે,

ઈન્ટરેક્ટીવ ઍક્ટિવિટીની ઍક સીરિઝ કે જેમાં સારસ ક્રેનના જીવન ચક્રને દર્શાવનાર વિદ્યાર્થીઓના પર્ફોમન્સ, ફોટોગ્રાફી સ્પર્ધા, બર્ડ-વૉચિંગ સેશન, ફોટો ઍક્ઝિબિશન, ક્વિઝ તથા પોસ્ટર તૈયાર કરવાની સ્પર્ધાનો સમાવેશ થતો હતો,  તેમાં ભાગ લેનાર ને વેટલેન્ડ્સનું શું મહત્વ છે તથા સારસ ક્રેનને સપોર્ટ કરવામાં તેમની કેવી ભૂમિકા રહેલી છે તે અંગેની માહિતીનો સમાવેશ થયો.  નિષ્ણાતોઍ વિદ્યાર્થીઓ તથા વૉલેન્ટીયર્સ માટે હેન્ડ્સ-ઓન ટ્રેનિંગનું પણ આયોજન કર્યું, જેમાં જણાવવામાં આવ્યું કે કેવી રીતે દેશી છોડોની પ્રજાતિઓ પક્ષીઓ, પતંગિયા, તથા મધમાખીઓને આકર્ષિક કરવામાં મદદ કરે છે, જેથી ઈકોલૉજિકલ સંતુલન જળવાઈ રહે છે.