Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડની શેઠ આર.જે.જે. હાઈ. સ્ટેમ કવીઝ ૪.૦ માં ઝોનલ કક્ષાઍ ઝળકી

વલસાડની શેઠ આર.જે.જે. હાઈ. સ્ટેમ કવીઝ ૪.૦ માં ઝોનલ કક્ષાઍ ઝળકી


ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ ઍન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ  ઍન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત આયોજિત સ્ટેમકિવઝ-૪.૦માં શેઠ આર.જે.જે. હાઈસ્કૂલ, વલસાડની બે વિદ્યાર્થીનીઓ અનુક્રમે ધોરણ ૧૦માં અભ્યાસ કરતી કુ.ધ્વનિ કેતનભાઈ પટેલ અને ધો. ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી કુ. નિધિ જીજ્ઞિશકુમાર રાણાઍ તાલુકા કક્ષાના પ્રથમ રાઉન્ડમાં વિજેતા બની ઝોનલ કક્ષાઍ ભાગ લીધો. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે યોજાયેલ ઝોનલ કક્ષાની આ સ્પર્ધામાં કુ.ધ્વનિ કેતનભાઈ પટેલે દ્વિતીય ક્રમ તેમજ કુ.નિધિ જીજ્ઞેશકુમાર રાણા તૃતીય ક્રમે વિજેતા થયા. આ બંને વિદ્યાર્થીનીઓ પૈકી કુ.ધ્વનિ કેતનભાઈ પટેલ આગામી દિવસોમાં સાયન્સ સીટી ગાંધીનગર મુકામે નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લેશે. શાળાનું ગૌરવ વધારનાર આ બંને વિદ્યાર્થીનીઓને આચાર્યા ર્ડો.ફાલ્ગુની મિહિર દેસાઈ, સંચાલક મંડળ તેમજ સમગ્ર શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તેમજ નેશનલ લેવલની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવે છે.