ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં જીલ્લાકક્ષાનો ઍજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો
- byDamanganga Times
- 06 February, 2026
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આયોજન હેઠળ વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯ અને ૩૦ જાન્યુઆરીના રોજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે બે દિવસનો જિલ્લા કક્ષાનો ૧૧ મો ઍજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો.
ચાલુ વર્ષે આંગણવાડી અને પ્રાથમિક શાળાના કુલ ૨૧ તથા હાઈસ્કૂલ કક્ષાના ૯ સહિત કુલ ૩૦ જેટલા શૈક્ષણિક ઇનોવેશન / પ્રયોગો રજૂ થયા હતા. જેને રજુ કરવામાં કુલ ૩૭ શિક્ષકો સહભાગી થયા હતા. શાળા શિક્ષણ, ટેકનોલોજી અને મનોરંજક અધ્યયનની અલગ અલગ થીમ પર શિક્ષકો દ્વારા શાળા કક્ષાઍ થયેલા નવીન અને અદભુત પ્રયાસોને સ્ટોલમાં રજૂ કરવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લાના કુલ ૫૦૦થી વધુ મુલાકાતી શિક્ષકો, ડી.ઍલ.ઍડ. પ્રશિક્ષણાર્થીઓ, ઘ્ય્ઘ્ કો.ઓ. અને આચાર્યઓઍ આ ઍજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલની અભ્યાસ મુલાકાત લીધી હતી. ઍજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ સાથે સમગ્ર કાર્યક્રમમાં આકર્ષણ સ્વરૂપ અન્ય ચાર સ્ટોલ પણ રજૂ થયા હતાં. જેમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા ડાયનેમિક મોડેલ્સ સાથે વિજ્ઞાનના પ્રયોગો રજુ થયા હતા. ઍક્સન રીસર્ચ ઇન કમ્યુનિટી હેલ્થ- ખ્ય્ઘ્ણ્, નગારીયા મુકામેની આર્ચ સંસ્થા દ્વારા સુંદર શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સામગ્રી સાથેનું પ્રદર્શન રજૂ થયું હતું. સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ કે જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની શાળાના વિકાસ માટેની યોજના છે, તે અંતર્ગત ઍક વિશિષ્ટ સ્ટોલ રજૂ થયો હતો અને પરખ- ભ્ખ્ય્ખ્ધ્ણ્ના રાષ્ટ્રીય સર્વેક્ષણ આધારિત શૈક્ષણિક પરિણામોના વિધાયક પ્રચાર પ્રસાર માટેનો સ્ટોલ પણ રજૂ થયો હતો. આ દરેક સ્ટોલ પણ મુલાકાતી શિક્ષકો માટે કુતુહલનું કેન્દ્ર બની રહ્ના હતા. ઇનોવેશન ફેસ્ટિવલના બીજે દિવસે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારીના પ્રાચાર્ય ડો. યોગેશભાઈ કે. પટેલનું વ્યાખ્યાન યોજાયું હતું. સમાપન પ્રસંગમાં જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ રાઠોડ દ્વારા શિક્ષકોને સતત ઇનોવેશન કરતા રહી વૈજ્ઞાનિક અભિગમની સાથે જીવનમાં અને શાળામાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી. મૂલ્યાંકન સમિતિ અને મુલાકાતી શિક્ષકો દ્વારા થયેલ તમામ ઇનોવેશનનાં મૂલ્યાંકનને પરિણામે સમગ્રપણે ચાર ઇનોવેશનને વલસાડ જીલ્લાનું ઝોન કક્ષાઍ આગળ પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમને તમામ ઇનોવેટિવ શિક્ષકોને પ્રમાણપત્ર, ટ્રોફી અને સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ ચાર ઈનોવેશનમાં સંઘાડીપાડા પ્રાથમિક શાળા, ભેંકલા ફળિયા પ્રા. શાળા, કાંજણ રણછોડ, પી.ઍમ. ચલા મુખ્ય શાળા, પી.ઍમ. ચલા મુખ્ય શાળા અને બાઈ આવબાઈ હાઈસ્કુલ, વલસાડનો સમાવેશ થાય છે.
