આહવા માર્ગ પર બાઈક ચાલક પર ધોળા દિવસે દિપડાનો હુમલો
- byDamanganga Times
- 06 February, 2026
સાપુતારા, તા. ૦૫ ઃ આહવાની સનસેટ કોલોનીમાં રહેતા ૩૬ વર્ષીય દેવેન્દ્રભાઈ આર.ભગરિયા પોતાની બાઈક લઈને શિવઘાટ માર્ગ પરથી પસાર થઈ રહ્ના હતા. આ દરમિયાન માર્ગની બાજુમાં આવેલી ઝાડીઓમાં શિકારની ફિરાકમાં છુપાઈને બેઠેલા દીપડાઍ અચાનક દેવેન્દ્રભાઈ પર તરાપ મારી હતી. દીપડાના આ આક્રમક હુમલામાં યુવકને શરીરે ઇજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ દીપડો તુરંત જ શિવઘાટના ઉપરના ભાગે આવેલા ગાઢ જંગલ વિસ્તારમાં નાસી છૂટ્યો હતો.નવાઈની વાત તો ઍ છે કે, આ ઘટનાના થોડા સમય પહેલાં જ સવારે અંદાજે ૯ઃ૧૫ કલાકે આ દીપડો શિવઘાટ પાસે ઍક શીલા (પથ્થર) પર બેસીને આરામ ફરમાવતો જોવા મળ્યો હતો.
