Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

મગોદમાં વાળંદે રૂ. ૬૬.૭૨ લાખનું કરી નાખ્યું ઃ સાયબર ફ્રોડના અપરાધમાં ઝડપાયો

મગોદમાં વાળંદે રૂ. ૬૬.૭૨ લાખનું કરી નાખ્યું ઃ સાયબર ફ્રોડના અપરાધમાં ઝડપાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૫ ઃ ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત વલસાડ જીલ્લાના મ્યુલ બેંક અકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ કરરનાર  મગોદના  ગામના આરોપીને ઝડપી પાડી  તેમની પાસેથી  રૂ. ૬૬.૭૨ લાખ  રૂપિયા નું સાયબર ફ્રોડ કરનાર આરોપીને વલસાડ સાઇબર ક્રાઇમની પોલીસે ઝડપી પાડ્યો  છે. જોકે પારનેરાનો ને ઈસમ  પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસવડા યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી  વલસાડ જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ ભાવિક જીત્યા  સાયબર ક્રાઇમના ગુનાઓમાં વપરાતા મ્યુલ બેંક અકાઉન્ટોનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આધારે પીઍસઆઇ ડી.ઍસ. પટેલ અને સાઇબરની ટીમ ભારત સરકાર  નવી દિલ્હી દ્વારા માહિતી આધારે સાઇબર ફ્રોડ ની રકમ  જે તેવા મ્યુલ ઍકાઉન્ટની તપાસ હાથ ધરવામાં આવતા  આરોપી અયુબ કાદીરભાઇ શેખ ઉ.વ.પર રહે. દેસાઇવાડ, પ્રાથમિક શાળા પાસે, મગોદ વલસાડના બેંક અકાઉન્ટમા માંથી ઍ.ટી.ઍમ. તથા ચેકથી ઉપાડ કરેલ શંકાસ્પદ નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

 આરોપી  અયુબ કાદીરભાઇ શેખ તપાસ કરતા જાણવા મળેલ કે ઉપરોકત આરોપી પોતાનો બેંક અકાઉન્ટ મીતેશ દિપક પટેલ રહે. પારનેરા લવલસાડને આપતો અને આ મીતેશ દિપક અને તેમના મળતીયાઓ લોકોને પાર્ટ ટાઈમ જોબ, ઇનવેસ્ટમેન્ટ તથા વર્ક ફ્રોમ હોમ વિગેરેની લાલચ આપી તેઓની સાથે છેતરપીંડી કરી રૂપીયા મેળવી આ મેળવેલ રૂપીયા મીતેશ દિપક આગળ તેમના સાગરીતો ને મોકલાવી સાયબર ફ્રોડ  ના રૂપિયા કરવા મોકલી આપતો હતો. પકડાયેલ આરોપી  અયોગ કાદિરભાઈ શેખ  રહે. મગોદ  વલસાડ વિરુદ્ધ   સમગ્ર દેશમાં ૨૩ થી વધુ સાયબર ફરિયાદ થઈ હોવાની હકીકત બહાર આવી છે. જ્યારે પોલીસે મિતેશ દિપક પટેલ રહે પાનેરા નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

 પોલીસે   પ્રજાજોગ સંદેશ આપ્યો કે પોલીસ અને અન્ય તપાસ સંસ્થાઓની નજરમાંથી બચવા માટે ઠગટોળકીઓ સામાન્ય લોકોને નજીવી રકમની લાલચ આપી સકંજામાં લે છે, અને નાણાંની હેરફેર કરવા માટે તેઓના બેંક ખાતાનો ઉપયોગ કરે છે. આવા બેંક ઍકાઉન્ટ ‘મ્યૂલ ઍકાઉન્ટ’ તરીકે ઓળખાય છે આથી પોતાનું બેંક ખાતુ કે સીમકાર્ડ કોઇપણ વ્યક્તિને કોઇપણ બહાને કે લાલચમાં આવીને વાપરવા આપવા જોઇઍ નહી, આવા ઍકાઉન્ટ નો ગેરકાયદેસર ઉપયોગ માટે ઍકાઉન્ટ ધારક જ જવાબદાર રહે છે.