Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

૧ લાખ કિલીમીટરના સાયકલ પ્રવાસે નિકળેલો મહારાષ્ટ્રનો યુવક વાપી પહોંચ્યો

૧ લાખ કિલીમીટરના સાયકલ પ્રવાસે નિકળેલો મહારાષ્ટ્રનો યુવક વાપી પહોંચ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૫ ઃ મહારાષ્ટ્ર રાજ્યના  રહેવાસી યુવાન અને હોટલ મેનેજમેન્ટના વ્યવસાયમાં માસ્ટરી કરનાર સુબોધ વિજય ગાંગુડે દ્વારા શક્તિ સંકલ સફળ મુવમેન્ટ અંતર્ગત દેશના ૩૫ કરોડથી વધુ યુવાનોને વ્યસન મુક્ત તેમજ દેશના વિકાસમાં સહયોગ બનવા તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના યુવા સંકલ્પને સમગ્ર દેશમાં પહોંચાડવા માટે ચાઇના બોર્ડરથી ભારત દેશના ઍક ગામડામાંથી સમગ્ર દેશમાં સાયકલ ઉપર પ્રવાસ કરવા માટે નીકળ્યા છે. તેમણે ૧ લાખ કિલોમીટર પ્રવાસની સામે અત્યારસુધીમાં ૪૨ હજાર કિલોમીટરનો પ્રવાસ અને નવ રાજ્ય ની સફર પૂર્ણ કરી આજે વાપીમાં તેમનો પ્રવેશ થતા જ રાજકીય આગેવાન અને મહારાષ્ટ્રીયન પરિવારના સંજયભાઈ સિંધી અને અશ્વિની રાને દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરી શુભેચ્છા  અપાઈ હતી.  તેમની સાથે કવિતા ચૌધરી શ્રીદેવી સિંધી, રામચંદ્ર તાતે, નિલેશ ભાઈ ગામડે, હનુમાન રાઉત, ધનંજય જાદવ સહિતનાઓ ઉપસ્થિત રહી શક્તિ સંકલ સફળ મુવમેન્ટ અંતર્ગત વાપી આવી પહોંચેલા સુબોધ ગાંગુડે ને શુભકામના આપી હતી.