Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

અતુલ ગ્રા.પં.ના સરપંચ અને ઉપસરપંચ બાદ ઍક સભ્ય પણ સસ્પેન્ડ

અતુલ ગ્રા.પં.ના સરપંચ અને ઉપસરપંચ બાદ ઍક સભ્ય પણ સસ્પેન્ડ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૫ ઃ  અતુલ ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચને થોડા દિવસ અગાઉ ડીડીઓઍ સભ્ય પદેથી દૂર કર્યા બાદ વોર્ડ નંબર બે ના સભ્યઍ પોતાના સગા ભાઇના નામે પંચાયતમાં બિલ મૂકવામાં આવતા વલસાડ ટીડીઓઍ સભ્યોને પણ  સભ્ય પદેથી દૂર  કરતા પંચાયતના અન્ય સભ્યોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

અતુલ ગ્રામ પંચાયતમાં સ્વભંડોળ અને સરકારને અન્ય ગ્રાન્ટ  આવે છે. તો બીજી તરફ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો પોતપોતાની ઍજન્સી કે સગાવાલા, ભાઈ કે અન્ય વ્યક્તિની  ઍજન્સીઓમાં કામો આ સભ્યો આપે છે અને લાખો રૂપિયા બનાવવામાં આવે છે. અતુલ ગ્રામ પંચાયત સરપંચ વિક્રમ નાયકા  સત્તાનો દુરુપયોગ કરી કામ કરેલ ઍજન્સીને મોટા પ્રમાણમાં ચેકો આપી દીધા હતાં. જેના કારણે વલસાડ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા સરપંચ વિક્રમ નાયકાને સભ્યથી સરપંચ પદેથી દૂર કર્યા હતાં. જ્યારે ડેપ્યુટી સરપંચ દર્શલ દેસાઈ  સામે પણ તેમની બીજાના નામે પાંચ જેટલી ઍજન્સી અને પોતે સંચાલન કરતો હોવાની ફરિયાદ થતા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીઍ તપાસ કરી ડેપ્યુટી સરપંચ દર્શલ દેસાઈને પણ  હોદ્દા પરથી  દૂર કર્યા હતાં. તો બીજી તરફ અતુલમાં રહેતા  પુનિત સોનીઍ વલસાડ તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ તરીકે   અતુલ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૨ના ચૂંટાયેલા સભ્ય અક્ષય ભરતભાઈ નાયકાને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે તપાસમાં અતુલ ગ્રામ પંચાયતના વોર્ડ ન. ૨ના સભ્ય અક્ષય નાયકા દ્વારા પોતાના સગા ભાઈના નામે પંચાયતના કામોના બિલો મૂકી પદનો દુરુપયોગ કરાયો હોવાનું બહાર આવતા ટીડીઓઍ તાત્કાલિક અસરથી સભ્ય અક્ષય નાયકાને સભ્ય પદેથી દૂર કરતા ગ્રામ પંચાયતના અન્ય સભ્યોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.