Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી મોરાઈ ફાટક પાસે કન્ટેનર પલટયું

વાપી મોરાઈ ફાટક પાસે કન્ટેનર પલટયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૫ ઃ વાપી નજીકના મોરાઈ ફાટક પાસે નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર બપોરે કન્ટેનર પલટી મારી જતા હાઇવે ઉપર ટ્રાફિક જામ અને વાહનોની લાંબી લાઈન લાગી જવા પામી હતી. ઘટનામાં ચાલકને માથામાં ઇજા થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે મુંબઈથી સુરત તરફ જતા નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ મોરાઈ ફાટક પાસે ઍક કન્ટેનર બપોરે ઍક ૧૫ કલાકે પૂર ઝડપે જઈ રહ્નાં હતું. તે સમયે અચાનક મોરાઈ ફાટક નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ડાયવર્જન અને બ્રિજના ચાલતા કામને લઈ અચાનક બ્રેક મારતા કન્ટેનર ના ચાલક ટન લેવામાં નિષ્ફળ જતા કન્ટેનર પલટી મારી જવા પામ્યો હતો. જેને લઈ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર મુંબઈથી સુરત જતા માર્ગ પર બંને તરફનો ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. જોકે તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને વાહનોને ડાઈવર્જન આપી રસ્તો ખુલ્લો કરાયો હતો. જો કે આ ઘટનામાં કન્ટેનર ચાલકને માથામાં ઇજા થતાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં.