આંબાતલાટની રકતદાન શિબિરમાં ૨૧ બોટલ રકત ઍકત્ર કરાયું
- byDamanganga Times
- 06 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૫ ઃ ધરમપુર તાલુકાના આંબાતલાટ ખાતે પ્રથમવાર વલસાડ રકતદાન કેન્દ્રના સહયોગથી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બાવીસા કુળ પરિવાર, રેઈન્બો વોરિયર્સ ગૃપ ધરમપુર, ગ્રામ પંચાયત અને બજરંગ યુવક મંડળ આયોજિત આ રકતદાન શિબિરમાં ૨૧ બોટલ રકત ઍકત્ર કરવામાં આવ્યું હતું. રકતદાતાઓને લેપટોપ બેગ અને પાણીની બોટલ અને તુલસીનો છોડ આપીને પ્રોત્સાહિક કરાયા હતાં. રકતદાન શિબિરમાં સરપંચ નીરૂબેન ચૌધરી, પરિમલભાઇ પટેલ, અધ્યક્ષ સિંચાઇ જિલ્લા પંચાયત નવસારી, કાર્યપાલક ઇજનેર મનિષ પટેલ, હિસાબી અધિકારી મનિષ પટેલ, સહાયક માહિતી નિયામક શ્રી ઉમેશ બાવીસા, રેમ્બો વોરિયર્સ ધરમપુરના શંકરભાઇ પટેલ, મહેશભાઈ ગરાસીયા ય્વ્બ્ કચેરી વલસાડ, નિમેષભાઈ ગાવિત નાયબ ઓડીટર લોકલ ફંડ નવસારી, જયંતિભાઈ પટેલ શીતળ છાયડો લાઇબ્રેરી નગરીયા, અમૃતભાઇ પટેલ, બરૂમાળ, ભીનેશભાઇ બાવીસા, કેસુરભાઇ પટેલ, પિકેંશ પટેલ, ફલધરા, વિવેક પટેલ, દુલસાડ સહિત બાવીસા કુળ પરિવારના આગેવાનોઍ રકતદાનનું મહત્વ સમજાવી, રકતદાન શા માટે જરૂરી છે. તેની સમજ આપી હતી. રકતદાન શિબિર સાથે બાવીસા કુળના આગેવાનોની બેઠક પણ મળી હતી. જેમાં લગ્ન પ્રસંગમાં ખર્ચ ઘટાડવા, કુરિવાજો નાબુદ કરવા, સમૃહ લગ્ન, બાળકો માટે શૈક્ષણિક ફંડ ઉભું કરવું જેવી બાબતો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
