સીદુમ્બરમાં દીપડાના ડરથી પાંજરું ગોઠવાયું
- byDamanganga Times
- 06 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૫ ઃ ધરમપુર તાલુકાના સીદુમ્બર ગામ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો દેખાતા હોવાની ચર્ચાઓ વચ્ચે હવે ફરી ઍકવાર કદાવર હિંસક દીપડો નજરે ચડતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે. ગામના ભટાડી ફળીયામાં રાત્રિના સમયે દીપડો લટાર મારતો જોવા મળ્યો હોવાના બનાવે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, થોડા મહિના અગાઉ પણ રાત્રે કારના લાઈટમાં દીપડો રસ્તો ક્રોસ કરતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગ્રામજનોમાં ચિંતા વધેલી હતી. તાજેતરની ઘટનામાં બુધવારની રાત્રે ફરી દીપડો દેખાતા ગ્રામજનોઍ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.
માહિતી મળતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું છે તથા વિસ્તાર પર નજર રાખી રહી છે.
