Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડમાં ‘ટ્રિપલ તલાક’ કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો

વલસાડમાં ‘ટ્રિપલ તલાક’ કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો


(દમણગ઼ગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૫ ઃ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી, જાહેરમાં અપમાનિત કરી ત્રણ વાર ‘તલાક’ કહી તરછોડી દેનાર પતિની વલસાડ પોલીસે ધરપકડ કરી છે. જોકે આ વલસાડ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ ગુનો નોંધાયો છે.

વલસાડ નજીકના ઍક વિસ્તારમાં  હુમેરા ખાનના રહે છે. હુમેરાના  લગ્ન વર્ષ ૨૦૧૯માં ફરહાદ ખાન સાથે રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નના શરૂઆતના વર્ષો સુખદ રહ્ના હતા અને આ સમયગાળા દરમિયાન દંપતીને બે સંતાનો પણ થયા હતા. જોકે, સુખી દાંપત્ય જીવનમાં શંકાનું ગ્રહણ ત્યારે લાગ્યું જ્યારે છેલ્લા ૩ થી ૪ મહિનાથી પતિ ફરહાદ ખાને પત્ની હુમેરાના ચારિત્ર્ય પર શંકા કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ નાની નાની વાતોમાં ઝઘડા થવા લાગ્યા અને ઉમેરો અને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આખરે પતિના ત્રાસ્ત્રી કંટાળી ગયેલી હુમેરા પોતાના બાળકોના ભવિષ્ય માટે તે પોતાના પતિનું ઘર છોડી પિયર જતી રહી હતી. પિયરમાં રહેતા હુમેરા સતત તણાવમાં રહેતી તે દરમિયાન પતિ ફરહાદ ખાને સગા-સંબંધીઓની હાજરીમાં  પત્નીને અપમાનિત કરી  ત્રણ વાર ‘તલાક’ બોલીને સંબંધ પૂરો કરવાની ઘોષણા કરી હતી. જે અંગે હુમેરા ઍ વલસાડ સીટી પોલીસ મથકમાં  ગુનો નોંધાવતા વલસાડ જિલ્લામાં આ પ્રથમ કેસ નોંધાયો છે 

 વલસાડ સીટી પોલીસની ટીમે  ફરહાદ ખાનની તાત્કાલિક ધરપકાર કરી જેલમાં ધકેલી દીધો હતો.