પારડી સાંઢપોરની જમીન બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ
- byDamanganga Times
- 05 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૪ ઃ વલસાડ ફુટ મરચન્ટ ઍન્ડ કમીશન ઍજન્ટ ઍસોસીઍશનના મહામંત્રી નરેશ બલસારાઍ ગુજરાતના મુખ્યમંત્રીને વલસાડ તાલુકાના પારડી સાંઢપોર ગામે આવેલ સર્વે નં. ૧૩૨/૧+૨ વાળી સ્કુલની જમીન ઉપર તદ્દન ગેરકાયદેસર ઍન.ઍ.ની પરમીશન મેળવી વેચાણ કરવામાં આવી રહયું હોવાનું ધ્યાનમાં આવતાં આ બાબતે મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી જરુરી તપાસ માટે અનુરોધ કર્યો છે. તેમણે વલસાડ ઍપીઍમસીમાં વિવિધ અસુવિધાઅો અને ગેરવહિવટ અંગે પણ પોતાનો બળાપો રજુ કર્યો હતો. અને આ પ્રકરણમાં વલસાડ જીલ્લા કલેકટરને હસ્તક્ષેપ કરવા જરુરી નિર્દેશો કે હુકમો કરવા વિનંતી કરી હતી.
