Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીમાં યુપીઍલ બ્રિજ પર અકસ્માતમાં પત્નીનું મોત

વાપીમાં યુપીઍલ બ્રિજ પર અકસ્માતમાં પત્નીનું મોત


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૪ ઃ વાપીના યુપીઍલ બ્રિજ પર પૂરઝડપે આવતા ઍક અજાણ્યા વાહને બાઇક સવાર દંપતીને અડફેટે લેતા પત્નીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે પતિનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત સર્જી ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.

પ્રા વિગતો અનુસાર, આજે ઘટના સવારે ૧૧ઃ૦૦થી ૧૧ઃ૩૦ વાગ્યાની વચ્ચે વાપી જીઆઇડીસીના યુપીઍલ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ બ્રિજ ઉપર થી પસાર થતું ઍક દંપતી પોતાની બાઇક નંબર સ્ત્રિં્- ૧૫-ણુત્ત્-૯૨૮૧ પર ઉમરગામ ભીલાડથી વાપી તરફ જઈ રહ્નાં હતું, ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા ઍક અજાણ્યા વાહન ચાલકે બેદરકારીપૂર્વક બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર ઍટલી પ્રચંડ હતી કે દંપતી રોડ પર પટકાયું હતું. અને મહિલાને ગંભીર ઈજાઓ થવાને કારણે ઉમરગામ તાલુકાના મનીષાબેન વારલી નામની મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેમના પતિનો ચમત્કારિક બચાવ થયો હતો ઘટનાને પગલે તાત્કાલિક ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મુખ્ય માર્ગ પર ફેલાયેલ બાઈક તથા મહિલાને લાશનો કબજો લઈ ઉદ્યોગ નગર પોલીસે અજાણ્યા વાહન વિરુદ્ધ અકસ્માત  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.