Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ પાલિકા સી.અો.ની પારડી બદલી

વલસાડ પાલિકા સી.અો.ની પારડી બદલી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૪ ઃ શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ દ્વારા આજરોજ ગુજરાત રાજ્યના ૧૮ નગરપાલિકાના ચીફ ઓફિસરોની બધી કરવામાં આવી છે. જેમાં વલસાડની મહિલા ચીફ ઓફિસરની પારડી અને સંતરામપુરના ચીફ ઓફિસરને વલસાડ બદલી કરવામાં આવી છે. અચાનક પાલિકા ચીફ ઓફિસરને બદલી કરવામાં આવતા પાલિકાના કર્મચારીઓ સભ્યોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા આજરોજ ગુજરાત રાજ્યના ૧૮ નગરપાલિકાના ચીફ ઓફિસરોને બદલી કરવામાં આવતા અન્ય ચીફ ઓફિસરોમાં ફેલાઈ ગયો છે. જ્યારે વલસાડ નગરપાલિકા માંથી ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા કોમલ ધન્યાની પારડી ચીફ ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. તેમની ખાલી પડેલી જગ્યાઍ  સંતરામપુર નગરપાલિકા ના ચીફ ઓફિસર  યશપાલ વાઘેલા ની નિમણૂક થઈ છે. અચાનક વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસરની બદલી કરવામાં આવતા નગરપાલિકાના સભ્યો કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો બીલીમોરા નગરપાલિકામાં  ચીફ ઓફિસર મિતલ ભલાળાની ધારી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે બદલી થઈ છે.