પાથરીમાં દત્તાત્રેય મંદિરનો ૨૮મો પાટોત્સવ ઉજવાશે
- byDamanganga Times
- 05 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૪ ઃ ૫. પૂ. અનસૂયા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દત્તપીઠ - સંસ્થાન પાથરી વલસાડ માં દત્તાત્રેય મંદિરનો ૨૮મો પાટોત્સવની ઉજવણી કરવા સંસ્થાના ટ્રસ્ટીઓ ભક્તો દ્વારા તડામાર માં તૈયારી ચાલી રહી છે.
૫. પૂ. અનસૂયા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દત્તપીઠ - સંસ્થાન પાથરી, વલસાડ માં દત્તાત્રે મંદિરનો ૨૮મો પાટોત્સવની ઉજવણી માટે સંસ્થાના ટ્રસ્ટીઓ ભક્તો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. દત્તાત્રેય મંદિર નો પાટોત્સવ નગરની તારીખ ૦૮/ ૦૨ /૨૦૨૬ ના રવિવારના રોજ ભવ્ય ઉજવણી કરવા માટે ટ્રસ્ટીઓ ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પાટોત્સવ નિમિત્તે પાદુકા પૂજન-ભજન , ધૂન-સત્સંગ, સવારે ૮ કલાકે થી૧૨ કલાકે, શ્રી આરતી સવારે ૧૨ કલાકે, મહા પ્રસાદ ૧૨ઃ૩૦ કલાકે દર્શન સમય સવારે ૫ઃ૦૦ થી રાત્રે ૯ઃ૦૦ કલાકે સુધી ખુલ્લું રાખવામાં આવશે.
દત્તાત્રેય મંદિર નો પાટોત્સવ નિમિત્તે ભક્તોને દર્શનની સાથે મહાપ્રસાદ નો લાભ લેવા માટે ટ્રસ્ટી મંડળ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
