ડાંગમાં ફોરેસ્ટ કર્મચારીની હત્યાનો ભેદ ઉકેલાયો ઃ ત્રણ લાકડાચોર ઝડપાયા
- byDamanganga Times
- 05 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૦૪ ઃ તાજેતરમાં વઘઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વન વિભાગના ઍક નિષ્ઠાવાન કર્મચારીની હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવામાં ડાંગ જિલ્લાની વઘઇ પોલીસની ટીમ અને ઍલ.સી.બી પોલીસની ટીમને મોટી સફળતા મળી છે. ગત ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ વઘઇ તાલુકાનાં બોરીગાંવઠાગામે બનેલી આ ઘટનાઍ સમગ્ર પંથક સહીત જિલ્લામાં ચકચાર મચાવી હતી. રોજમદાર વનકર્મી સનતભાઈ ગનસુભાઇ બીરારી (ઉં.વ. ૫૩), વાંઝટઆંબા. પોતાની ફરજેથી ૩૧ જાન્યુઆરીની રાત્રે આશરે દોઢ વાગ્યે જ્યારે તેઓ પોતાની નોકરી પૂરી કરી ઘરે પરત ફરી રહ્ના હતા, ત્યારે બોરીગાંવઠા ગામ પાસે તેમણે ત્રણ શખ્સોને સાયકલ પર ચોરીનાં ગેરકાયદેસર લાકડા લઈ જતા જોયા હતા. પોતાની ફરજ સમજીને સનતભાઈઍ આ લાકડાચોરોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન લાકડાચોરો અને સનતભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા આરોપીઓઍ પોતાની પાસે રહેલા વાંસના ડંડા વડે સનતભાઈના માથા અને કપાળના ભાગે જીવલેણ હુમલો કરી તેમની હત્યા કરી દીધી હતી અને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.
શરૂઆતમાં આ કેસ સંપૂર્ણપણે બ્લાઇન્ડ હતો, ઍટલે કે આરોપીઓ વિશે કોઈ જ કડી નહોતી. તપાસ માટે ડાંગ જિલ્લાનાં વઘઇ પોલીસ મથકની ટીમ તથા ન્ઘ્ગ્ અને સ્થાનિક પોલીસની કુલ ૧૦ ટીમો અને લગભગ ૧૦૦ જેટલા જવાનોને કામે લગાડવામાં આવ્યા હતા. અને જંગલ વિસ્તારમાં ડ્રોન કેમેરા ટેકનિકલ સર્વેલન્સ અને હ્નામન ઇન્ટેલિજન્સ (બાતમીદારો) ની મદદ લઈ બીજા જ દિવસે આરોપીઓની ઓળખ કરી જંગલમાં કોમ્બિંગ કરીને પોલીસે ૧. પ્રવિણભાઇ ઉર્ફે પરેશભાઇ સોમાભાઇ પવાર (ઉં.વ. ૨૧, રહે. કોસીમપાતળ) ૨. હેમંતભાઇ સુકીરાવભાઇ મોતાભાઇ (ઉં.વ. ૨૦, રહે. કોસીમપાતળ) ૩. ઋત્વીકભાઇ મંજુભાઇ પવાર (ઉં.વ. ૨૨, રહે. કોસીમપાતળ) ને ઝડપી પાડયા છે.પૂછપરછ દરમિયાન આરોપીઓઍ ગુનાની કબૂલાત કરી લીધી હતી. આ બ્લાઇન્ડ મર્ડર કેસનો ભેદ ઉકેલનાર વઘઇ પોલીસ સ્ટેશનના પી.આઈ.વી.કે. ગઢવી, પી.ઍસ.આઈ.ઍમ.ઍસ.રાજપુત, ન્ઘ્ગ્ પી.ઍસ.આઈ.જે.જી. અનડકટનાઓ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
