Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

છરવાડામાં ૬ માસથી પડેલો બિનવારસી ટેમ્પો કોઈની નજરે ચઢતો જ નથી ?

છરવાડામાં ૬ માસથી પડેલો બિનવારસી ટેમ્પો કોઈની નજરે ચઢતો જ નથી ?


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૪ ઃ વાપીના છરવાડાગામે આવેલ રમઝાન વાડીના જાહેર માર્ગ ઉપર છેલ્લા છ મહિનાથી બિનવારસી ટાટા ટેમ્પો પાર્ક કરેલી હાલતમાં રહેતા અહીંથી પસાર થતા રાહદારી અને વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીને લઇ જાગૃત નાગરિકો દ્વારા ડુંગરા પોલીસમાં ફરિયાદ કરાય પરંતુ હજુ સુધી ટેમ્પો ત્યાં જ પડ્યો રહેતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

આધાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી મહાનગરપાલિકાના છરવાડા ગામના રમજાન વાળી ઍટલે કે રામવાડીના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા છ માસથી ઍક ટાટા ટેમ્પો વગર નંબરનો પાર્ક કરવામાં આવ્યો છે. જેને લઇ આ રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ તેમજ વાહનચાલકો અને આ વિસ્તારની સોસાયટીમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે સાથે આ બિનવારસી પડેલા ટેમ્પોમાં રાત્રિ દરમિયાન કોઈક દુર્ઘટના કે અગટીત કામો પણ થતા હોવાની લોકોમાં ચર્ચાને ધ્યાને લઈ અહીંના સ્થાનિક લોકો દ્વારા ડુંગરા પોલીસ મથકમાં આ બિન વાર્ષિક ટેમ્પોને કબજે લઈ દૂર કરવામાં આવે તેવી ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ આ ફરિયાદને પણ દસ દિવસ થઈ જવા છતાં આજ સુધી ટેમ્પો હટાવવામાં નહીં આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્ના છે.

જોકે આ ટેમ્પો ચોરીનો છે કે પછી કોઈ માલિકીનો હોય અને તે માલિક અહીં શા માટે છેલ્લા છ માસથી પાર્ક કરીને રાખ્યો છે તે અંગે મહાનગરપાલિકા કે પોલીસ વિભાગ દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ રહી છે.