અતુલ રિવર કોલોનીમાં સિક્યુરીટી મારી લૂંટ કરનાર બે ઝડપાયા : ચાર વોન્ટેડ
- byDamanganga Times
- 05 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૪ ઃ અતુલ રિવર સાઈડ ઍકની કોલાનીના સિક્યુરિટી અધિકારીને મધરાતે મકાનને નિશાન બનાવી ત્રણ લૂંટારોઍ તાળુ તોડી લૂંટ ચલાવી સિક્યુરિટી અધિકારી ઉપર લાકડાના દંડાથી જીવલેણ હુમલો કરી ભાગી છૂટવાની ઘટનામાં વલસાડ ઍલસીબીની ટીમે બે આરોપીને ઝડપી પાડ્યા છે. જ્યારે ચાર આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
અતુલની રિવર સાઈડ ઍક કોલોની વિસ્તારમાં ગત તા. ૩૦મી જાન્યુઆરીના રોજ રાત્રે અમિતકુમાર પાંડે પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન રિવર્સ સાઈડ ઍક કોલોનીમાં રહેતા નિવૃત કર્મચારી ત્રિલોકકુમાર કસવાલાના બંધ મકાનો તાળુ તોડી ૩ અજાણ્યા ઈસમોઍ મકાનમાં પ્રવેશી ૧૫૦૦૦ રૂપિયા રોકડા સોનાનું મંગળસૂત્ર મળી કુલ ૩૯ હજાર રૂપિયાની મતાની લૂંટ ચલાવી હતી. તે દરમિયાન સિક્યુરિટી ટીમને જાળી કાપવાનો અવાજ સંભળાતા અમિતકુમાર પાંડે સહિત અન્ય સિક્યુરિટી ગાર્ડ્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને લૂંટારોનો પીછો કરતા તેઓ પાર નદી કિનારે જાળીમાં ઍક લૂંટારોને પકડવાનો પ્રયાસ કરતા બીજા લૂંટારૂ પાછળથી આવી અમિતકુમાર પાંડેના માથામાં અને હાથ માં લાકડાના દંડાથી ફટકો માર્યો હતો. વલસાડ ઍલસીબીની ટીમને આરોપીમાં કૃષ્ણદેવ ઉર્ફે કિશન પ્રકાશ મૌર્ય અને કમલેશ ઉર્ફે કમલા ફોજદાર ચૌહાણની ધરપકડ કરી હતી. પકડાયેલા બંને આરોપીને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવરી કરવાની તજવીજ તેમજ અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે. પકડાયેલ બંને આરોપીઓની પુછપરછ દરમ્યાન વોન્ટેડ આરોપીઓ હાબુ બાયસીંગ મોહનીયા તથા અરૂન શંકરલાલ ગુા અગાઉ નવસારી સબજેલ માં ચોરીઓના ગુનાઓમાં કેદ હોય ત્યાંથી તેઓની મિત્રતા થયેલ અને તેઓઍ સાથે મળી ગેંગ બનાવી ગુનાઓ આચરવાનો પ્લાન બનાવેલ હતો.
