આમ આદમી પાર્ટી, ભાજપની બી ટીમ ઃ અમિત ચાવડા
- byDamanganga Times
- 05 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૦૪ ઃ દક્ષિણ ગુજરાતનાં કપરાડા (વલસાડ) થી બે દિવસ અગાઉ કોંગ્રેસનાં જન આક્રોશનાં ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો હતો. આ યાત્રા ખેરગામ, ચીખલી થઈ બુધવાર સવારે બીલીમોરા બાદ ગણદેવી આવી પહોંચી હતી. જેમાં કોંગ્રેશનાં નેતાઓઍ ભાજપ શાસનમાં ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, અન્યાય, જનતાનાં પ્રશ્નો પીડા વાચા આપી હતી. અને પ્રજાના હક્ક માટેની લડાઈ ગણાવી હતી.
કોંગ્રેસની જન આક્રોશ આદિવાસી પટ્ટા માં ખેરગામ નાં વિવિધ વિસ્તારો બાદ ચીખલી નાં તલાવચોરાગામે સભામાં પરિવર્તિત થઈ હતી. સભાને સંબોધન કરતા અમિત ચાવડા ઍ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી હતી. વિરોધી મતોને વહેંચવાની રણનીતિ ગણાવી હતી. સર અને મતાધિકાર નો મુદ્દો ઉઠાવી ફોર્મ નં.૭ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. અજાણ્યા લોકો આ ફોર્મ ભરી સ્થાનિકોને મતાધિકારથી વંચિત રાખવા પ્રયાસો કરી રહ્ના છે. બીલીમોરા બાદ ગણદેવી વંદે માતરમ ચોક ઉપર મોંઘવારી, બેરોજગારી, ફિક્સ પગારદારો નું શોષણ, ઉદઘાટન અગાઉ તૂટી પડતી ટાંકીઓ જેવા પ્રશ્નો ઉઠાવી લોકોનાં ટેક્સના પૈસાની લૂંટનો આરોપ લગાવ્યો હતો. ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી, કામદાર વિરોધી સરકારને ઘરભેગી કરવા આહવાન કર્યું હતું. આ યાત્રા નવસારી તરફ આગળ વધી હતી. આ પ્રસંગે અનંત પટેલ, તુષાર ચૌધરી, જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, અર્ચના સોલંકી, રાહુલ ઇંટવાલા, રામબાબુ શુક્લા, છગન હળપતિ સહિત કોંગ્રેસ અગ્રણી ઉપસ્થિત રહ્ના હતા.
