Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

બીલીમોરામાં મંદિરમાં ચોરી કરી કપલ નદીના ટાપુ પર સંતાયું ઃ ડ્રોનથી પોલીસે ઝડપી લીધું]

બીલીમોરામાં મંદિરમાં ચોરી કરી કપલ નદીના ટાપુ પર સંતાયું ઃ ડ્રોનથી પોલીસે ઝડપી લીધું]


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૦૪ ઃ  બીલીમોરાના દેસરા વિસ્તારમાં કાવેરી નદીના કાંઠે આવેલા મામાદેવ મંદિરમાં ચોરી કરી નદીના પ્રવાહમાં કૂદી જનાર ઍક યુવાન અને સગીરાને બીલીમોરા પોલીસે ડ્રોન કેમેરાની મદદથી શોધી કાઢી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસના આ સાહસિક ઓપરેશનને જોવા માટે નદી કિનારે લોકોના ટોળે-ટોળા ઉમટ્યા હતા. પ્રા માહિતી મુજબ ૃમંગળવારે સવારે ૯ કલાકે દેસરા સ્મશાન ભૂમિ સ્થિત મામાદેવ મંદિરમાં બે અજાણ્યા ઇસમો ચોરી કરી રહ્ના હતા. સ્થાનિક લોકોઍ તેમને જોઈ જઈ પડકારતા, પકડાઈ જવાની બીકે બંનેઍ મંદિરની બાજુમાં વહેતી કાવેરી નદીના ઊંડા પાણીમાં ઝંપલાવ્યું હતું. લોકોઍ જોયું કે તેઓ સામે કાંઠે નીકળ્યા નથી, જેથી તેઓ પાણીમાં ડૂબ્યા હોવાની કે સંતાયા હોવાની આશંકાઍ પોલીસને જાણ કરવામાં આવી હતી.ઘટનાની ગંભીરતા જોઈ બીલીમોરા પીઆઈ જયદીપસિંહ ચાવડા કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસને શંકા હતી કે આરોપીઓ નદી વચ્ચે આવેલા મુખ ત્રિકોણ ટાપુ પર સંતાયા હોઈ શકે છે.જેને લઈ તાત્કાલિક ડ્રોન કેમેરા મંગાવી સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. ડ્રોનની નજરમાં ટાપુના કોતરોમાં સંતાયેલા યુવાન અને સગીરા કેદ થઈ ગયા હતા. ત્યારબાદ, ડી સ્ટાફના જવાનોઍ પોતાના જીવના જોખમે ઊંડા પાણીમાં તરીને ટાપુ પર પહોંચી બંનેને દબોચી લીધા હતા. તેમની પાસેથી ચોરી કરેલ લોખંડના સ્ટેન્ડ સાથેનું ત્રિશુલ અને પિત્તળનો ઘંટ કબજે કરવામાં આવ્યો હતો.પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા યુવાનનું નામ અનિલ અબુભાઈ વસાવા (ઉં.વ. ૨૫, રહે. સોનગઢ, જિ. તાપી) હોવાનું બહાર આવ્યું છે, જ્યારે તેની સાથે ઍક સગીર વયની તરુણી પણ હતી. આ બંને બીલીમોરા ખાતે મજૂરી કામ માટે આવ્યા હતા અને ઍસ ટી ડેપો નજીક ઓવરબ્રિજ નીચે રાતવાસો કરતા હતા. બીલીમોરા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.