નાનાપોંઢા-વાપી રોડ પર કેમિકલ કન્ટેનર પલટ્યું
- byDamanganga Times
- 05 February, 2026
દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા.તા.૫ ઃ નાનાપોંઢા-વાપી રોડ પર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બિરસા મુંડા સર્કલથી વાપી તરફ જઈ રહેલું કેમિકલથી ભરેલું કન્ટેનર નંબર ઞ્થ્-૧૫-ખ્સ્-૬૨૬૬ બાલચોંડી ચોકડી પાસે પલટી જતાં બે વ્યક્તિઓ ઝેરી કેમિકલથી દઝાઈ ગયા હતાં.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, કન્ટેનરનો ચાલક દારૂના નશામાં હતો અને વાહનને બેફામ ઝડપે હંકારી રહ્ના હતો. અકસ્માતને કારણે ખતરનાક અને બળતરા કરતું કેમિકલ જાહેર રસ્તા પર વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગયું હતું. આ ઘટનામાં બાલચોંડી માંગડા ફળિયાના ઍક મહિલા નામે કલાબેન રવીન્દ્રભાઇ પટેલ ઉંમર. ૪૫ અને નાનું બાળક ક્રિશ પ્રભુ પટેલ ઉંમર. ૨ વર્ષ ત્યાંથી પસાર થતાં હતા તે સમયે જ કેમિકલ ભરેલું કન્ટેનર પલ્ટી બંને વ્યક્તિ દાઝી જતા નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
આ ઘટના બપોર પછીના સમયે ૪ઃ૩૦ વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે. રસ્તા પર ફેલાયેલા ઝેરી કેમિકલને કારણે ત્યાંથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓ માટે પરિસ્થિતિ ભયજનક બની હતી. અનેક લોકોને કેમિકલના સંપર્કમાં આવવાથી ત્વચા પર બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.
સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. અકસ્માતના સ્થળે ટ્રાફિકની અવરજવર લાંબા સમય સુધી અવરોધાઈ હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બેદરકાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
