Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ ઍસટીના ઍટીઆઈને મહિલા કંડકટરની છેડતી કરવાનું ભારે પડ્યું

વલસાડ ઍસટીના ઍટીઆઈને મહિલા કંડકટરની છેડતી કરવાનું ભારે પડ્યું


વલસાડ, તા. ૪ ઃ વલસાડ ઍસટી વિભાગમાં ફરજ બજાવતા ઍટીઆઈ મહિલા કર્મચારીની છેડતી કરતા ફોજદારી કેસમાં સજા કોર્ટે સજા ફટકાર્યા બાદ ઍસ.ટી વિભાગીય  નિયામકે  ઍ.ટી.આઈ.ને ફરજમાંથી બરતરફ કરવાનો આદેશ કરાયો હતો.
વલસાડ ઍસટી વિભાગમાં ઍટીઆઇ તરીકે ફરજ બજાવતા સતીશ પટેલ સામે સાત વર્ષ અગાઉ  મહિલા કર્મચારીની છેડતી કરવાના મામલે વલસાડના ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટે આરોપી સતીશ પટેલને ત્રણ વર્ષની કેદ અને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને દંડની રકમ નહીં ભરે તો વધુ ત્રણ માસની સખત કેદ ભોગવવાનો હુકમ કર્યો હતો. જે કોર્ટના ચુકાદાના આધારે વલસાડ વિભાગીય નિયામકે નિગમના પ્રવર્તમાન શિસ્તના નિયમો મુજબ કાર્યવાહી કરી છે અને ફોજદારી કેસમાં સજા થતા સતિષ પટેલ નિગમની સેવા માટે ગેરલાયક જણાતા તેમને તાત્કાલિક અસરથી વિભાગીય નિયામક ઍસ.પી. માત્રોજાઍ બરતરફ કરવાનો આદેશ કરતા ઍસટી વિભાગના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.