વલસાડ સીટી પોલીસે મુસા ગેંગના બેને ઝડપી પાડ્યા ઃ ૧૫ વાહન ચોરીનો ભેદ ઉકેલાયો
- byDamanganga Times
- 05 February, 2026
વલસાડ, તા. ૪ ઃ વલસાડ સીટી પોલીસ ની ટીમે ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લાઓ માંથી મોટર સાયકલ ચોરી, તેની બનાવટી આર.સી.બુક બનાવી વેચાણ કરતી મુસા ગેંગના ર રીઢા ચોરને ઝડપી તેમની પાસેથી ચોરીની કુલ ૧૫ મોટર સાયકલ તથા બનાવટી આર.સી. બુક કબ્જે કરી, કુલ ૧૫ વાહન ચોરી માં બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે જ્યારે ઍક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યું છે. વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.ના સીધા માર્ગદર્શન હેઠળ સિટી પોલીસની ટીમે વાહન ચેકિંગ દરમિયાન દશેરા ટેકરી પાસેથી આરોપી સરફરાજ મીયાંઉસ્માન ગુલામ હુસૈન પંડોલીયા તેમના સાગરીતો સાથે મળી વલસાડ જીલ્લા ઉપરાંત નવસારી, ભરૂચ, વડોદરા ગ્રામ્ય, સુરત ગ્રામ્ય તથા પડ્ઢિમ રેલ્વે વડોદરા જીલ્લાઓ માંથી આરોપી ધ્વારા વાહનો ચોરી કરેલ હોવાની પ્રાથમિક વિગતો મેળવવામાં સફળ મળી હતી જેના આધારે આરોપી મોહમદ ઇસ્માઇલ નુર મોહમદ મુસાજી રહે. સલાબતપુરા મોમનાવાડ હરીકૃપા માર્કેટની બાજુમા મોટી મસ્જીદ નજીક સુરત ની દરેક પકડ કરવામાં આવી હતી જે બાદ આ વાહન ચોરીમાં આરોપી ઇસ્માઇલ મુસાજી સુરતના અમીરશ ઉર્ફે અજય રાણા પાસે રૂપિયા ૩૫૦૦ થી ૪૦૦૦ માં આર.સી.બુક બનાવડાવી અલગ-અલગ જગ્યાઍ વાહન વેચી દેતો હતો. આ ગેંગ મુસાજી ગેંગ તરીકે ઓળખાય છે અને આ પૈસા તમામ સરખે ભાગે વહેચી લે છે. પકડાયેલા આરોપી પાસેથી વલસાડ સીટી પોલીસની ટીમે કુલ ૧૫ ચોરીના વાહનો તથા બનાવટી આર.સી.બુકો રીકવર કરી ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લાઓના કુલ ૧૫ ગુનાઓ શોધી કાઢી મુસા ગેંગના સાગરીતોને ઝડપી પાડી કુલ ૧૫ ગુનાઓ ડિટેઇલ થયા છે.
