વાપી મનપાના નાયબ મ્યુ. કમિશ્નર અશ્વિન પાઠકની બદલી
- byDamanganga Times
- 05 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ))
વાપી, તા. ૦૪ ઃ વાપી મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અશ્વિન પાઠકની કમિશ્નર મ્યુનિસિ પાલિટી ઍડમિનિસ્ટ્રેટેશનની કચેરીમાં બદલી કરવામાં આવી છે.આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉપ સચિવ સતીશ પટેલ દ્વારા જારી કરેલ ગુજરાત રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાના ચીફ ઓફિસરના ૧૮ જેટલા ચીફ ઓફિસરની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં વાપી મહાનગરપાલિકાના નાયબ મ્યુન્સીપલ કમિશ્નર અશ્વિનભાઈ પાઠક કે જેઓ છેલ્લા ઍક વર્ષથી અહીં ખૂબ જ સારી કામગીરી બજાવી રહ્ના હતાં. તેમની બદલી કમિશનર મ્યુન્સિપાલીટી ઍડમીન સ્ટેશનની કચેરી ખાતે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જોકે અશ્વિનભાઈ પાઠક દ્વારા વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઍક વર્ષથી ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી હતી અને જેમણે વાપીના વિકાસના થતા કામોમાં સંપૂર્ણ ધ્યાન આપી કામગીરી કરી હતી. જેને લઇ સ્થાનિક લોકો તેમજ અધિકારીઓમાં પણ તેઓની -શંસ્થા થતી હતી.
