ઍપ્રિલમાં સુરત ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ
- byDamanganga Times
- 05 February, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૦૪ ઃ રાજય સરકારના ઉદ્યોગ વિભાગ તરફથી આગામી સમય દરમ્યાન વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ યોજાનાર છે.
દક્ષિણ ગુજરાત (તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ) રીજન માટે સુરત ખાતે તા.૦૯/૦૪/૨૦૨૬ અને તા.૧૦/૦૪/૨૦૨૬ના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન થનાર છે. જે દરમિયાન વિવિધ સેમિનારો, ગ્૨ગ્, ગ્૨ઞ્ બેઠકો, પ્રદર્શનો વિગેરે વિવિધ આયામી આયોજનો થનાર છે. ખાસ કરીને પ્લ્પ્ચ્ ક્ષેત્રના ઉદ્યોગો માટે તા.૧૦/૦૪/૨૦૨૬ના રોજ પ્લ્પ્ચ્ કોન્ક્લેવ યોજાનાર છે. દક્ષિણ ગુજરાતના પ્લ્પ્ચ્ ઉદ્યોગોને આ કાર્યક્રમનો લાભ લેવા ઉદ્યોગ વિભાગ તરફથી અનુરોધ છે.
આ કાર્યક્રમમાં માહિતી સભર સેમિનારો, પેનલ ડીસ્કશન, ઍક્ઝીબિશન તથા વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમોના આયોજન છે. તદ્દઉપરાંત દક્ષિણ ગુજરાતના સ્થિત માઇક્રો તથા સ્મોલ ઍકમો માટે ઉત્ક્રૃષ્ટ પર્ફોર્મન્સ આધારિત નીચે મુજબ પાંચ કક્ષામાં ઍવોર્ડ આપવાનું નક્કી થયેલું છે. આ કેટેગરી નીચે મુજબ છે. (૧) મહિલા ઉદ્યોગ સાહસિક (૫૧્રુ અને તેથી વધુ મહિલાઓની માલિકી ધરાવતા ઍકમો) (૨) યુવા ઉદ્યોગ સાહસિક (જ્જ્ઞ્શ્વસ્ન્દ્દ ઞ્ફૂઁફૂર્શ્વીદ્દજ્ઞ્ંઁ ચ્ઁદ્દશ્વફૂષ્ટશ્વફૂઁફૂ્યશ્વસ્ન્ ણુફૂશ્રંરૂ ૩૫ ક્કર્ફૂશ્વ ર્ીફિં), (૩) અનુસૂચિત જાતિ ઉદ્યોગ સાહસિક, (૪) અનુસૂચિત જનજાતિ ઉદ્યોગ સાહસિક અને (૫) જનરલ કેટેગરી ઍવોર્ડ (જે ઉદ્યોગકારોનો ઉપરોક્ત દર્શાવેલ ૧ થી ૪ કેટેગરીમાં સમાવેશ થતો નથી તે ઉદ્યોગકારો જનરલ કેટેગરીમાં અરજી કરી શકશે દા.ત., લ્ચ્ગ્ઘ્ ઉદ્યોગકાર).
ઍમઍસઇ ઍવોર્ડ ૨૦૨૪-૨૫ની અરજી મેળવવા માટે અરજીનો નમુનો ઍમઍસઍમઇ કમિ‘રશ્રીની કચેરી અને ઉદ્યોગ કમિ‘રશ્રીની કચેરીની વેબસાઇટ ત્ર્દ્દદ્દષ્ટસ્ન્ૅં//જ્ઞ્ણૂ.્યિંસ્ર્ત્ર્ીર્શ્વીદ્દ.િંંરુ.જ્ઞ્ઁ ઉપર ઉપલબ્ધ છે. તથા તા.૨૦/૦૨/૨૦૨૬ સુધીમાં અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, વલસાડની કચેરીને રજુ કરવાની રહેશે ઍવું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની અખબારી યાદીમાં જણાવાયુ છે.
