Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

આછવણી ગાયત્રી મંદિરે શનિવારે મફત નેત્ર યજ્ઞ યોજાશે

આછવણી ગાયત્રી મંદિરે શનિવારે મફત નેત્ર યજ્ઞ યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)

ચીખલી, તા. ૦૪ ઃ અતુલ ફાઉ. ટ્રસ્ટ, અતુલ, આરઍનસી.આંખ હો., વલસાડ, શ્રી રામ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત મફત નેત્રયજ્ઞ ગાયત્રી પ્રજ્ઞા મંદિર, આછવણી તા. ખેરગામ, જી. નવસારી ખાતે તા.૭/૨ શનિવારે સવારે ૦૯ઃ૦૦થી ૧૨.૦૦ કલાકમાં યોજાયો છે. આ નેત્રયજ્ઞમાં મોતિયો, ઝામર, વેલ જેવાં ઓપરેશનોની જરૂરીયાતવાળા દર્દીઓના મફત નિદાન કરી મફત ઓપરેશન કરવાની વ્યવસ્થા કરી કાર્ડ આપવામાં આવશે. 

મોતિયાના દર્દીને નેત્રમણી (લેન્સ) પ્રત્યારોપણ મફત કરી જરૂરીયાત મંદોને ચશ્માનું વિતરણ મફત કરવામાં આવશે. જરૂરીયાતમંદ દર્દીઓઍ સવારે ૦૯.૦૦ કલાક પહેલાં ગાયત્રી પ્રજ્ઞા મંદિર, આછવણી માં હાજર રહેવું. ઈચ્છુકો સંપર્ક કરે બાબુભાઈ પટેલ - ૯૯ ૭૮૫ ૦૨ ૫૫૨, જયેશભાઈ  પટેલ- ૯૯ ૦૪૫ ૮૯ ૮૦૯. (દરેક દર્દીઍ આધારકાર્ડ સાથે લાવવાનો રહેશે.)