ગડત અંબિકા હાઈ.ના બોર્ડના વિદ્યાર્થીઅોને માર્ગદર્શન અપાયું
- byDamanganga Times
- 05 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૪ ઃ ગણદેવી-નવસારી માર્ગ પર સ્થિત ગડતની ધી અંબિકા હાઈસ્કૂલ ખાતે મંગળવારે ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે આગામી બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ સફળતા મળે તે હેતુથી શ્રી સ્વામિનારાયણ સંતોની ઉપસ્થિતિમાં વિશેષ શુભેચ્છા અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં શાળાના શિક્ષક જીગ્નેશભાઈઍ સંતોનો હૃદયપૂર્વક પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સુખમુની દાસજી તથા સંત નિસ્પૃહ જીવનદાસજી ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, જ્યારે સખત મહેનત સાથે આધ્યાત્મિક મૂલ્યો જોડાય છે, ત્યારે સફળતા નિડ્ઢિત બને છે. સંતઓઍ વિદ્યાર્થીઓને પરીક્ષાના ભયથી મુક્ત થઈ ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે શિસ્તબદ્ધ જીવન, સમય વ્યવસ્થાપન, સકારાત્મક અભિગમ, નિયમિત અભ્યાસ અને આત્મવિશ્વાસ જેવા પાસાઓ પર ભાર મૂક્યો હતો. આ માર્ગદર્શન બાદ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમથી શાળાના શૈક્ષણિક વાતાવરણમાં ઉત્સાહ અને લક્ષ્ય પ્રત્યેની નિષ્ઠામાં વૃદ્ધિ થઈ હતી.
