Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીની ગણેશવાડી મહિલા મંડળ દ્વારા ૫૦ વર્ષની ગૌરવસભરની ઉજવણી કરાઈ

વાપીની ગણેશવાડી મહિલા મંડળ દ્વારા ૫૦ વર્ષની ગૌરવસભરની ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૪ ઃ  વાપી શહેર માટે ગૌરવની ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે ગણેશવાડી મહિલા મંડળે પોતાના સેવા, સંસ્કાર અને સમર્પણના ૫૦ સુવર્ણ વર્ષ પૂર્ણ કર્યા. આ સુવર્ણ જયંતી માત્ર ઍક ઉજવણી નહીં પરંતુ મહિલાઓની ઍકતા, શક્તિ અને અડગ સંકલ્પની જીવંત કહાની છે. આ મંડળની સ્થાપના ૫૦ વર્ષ પહેલા ગણેશવાડી વિસ્તારમાં શ્રીમતી કમલાબેન દિનાનાથ જોશી દ્વારા ઍક નાનકડા વિચારથી કરવામાં આવી હતી. તે સમયમાં સમાજસેવા અને મહિલા સશક્તિકરણ માટેનો આ વિચાર ઍક દીવા સમાન હતો, જે આજે ઍક વિશાળ પ્રકાશસ્તંભ બની ચૂક્યો છે. આ સુવર્ણ જયંતી પ્રસંગે સંસ્થા ના સ્થાપક સભ્ય શ્રીમતી હીના બેન જોશીઍ જણાવ્યું કે, ઙ્કઆજથી ૫૦ વર્ષ પહેલા માત્ર પાંચ મહિલાઓ સાથે શરૂ થયેલું આ સપનું આજે સમગ્ર વાપી શહેરમાં ઓળખ બનાવ્યું છે. ગણેશવાડી મહિલા મંડળે જે રીતે સેવા, સંસ્કાર અને સંઘટન સાથે કામ કર્યું છે, તે ગર્વ ની વાત છે તેમજ વાપી શહેરમાં ૫૦ વર્ષ પૂર્ણ કરનાર આ ઍકમાત્ર મહિલા સંસ્થા હોવી ઍ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે.
આ પ્રસંગેહીના બેન જોશી નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર કાર્યક્રમનું ગૌરવભર્યું અને ભાવસભર આકર્ષણ બન્યું હતું. હિના બેન જોશીઍ તમામ સભ્યોને દિલથી અભિનંદન પાઠવ્યા છે.
આ મંડળને આગળ વધારનાર દરેક બહેનો ને હ્લદય પૂર્વક અભિનંદન.  તેમણે આશા વ્યક્ત કરી કે આવનાર પેઢીઓ આ વારસાને સાચવી રાખશે અને ગણેશવાડી મહિલા મંડળ ૧૦૦ વર્ષનો સોનેરી ઈતિહાસ પણ રચશે. આ અવસરે પ્રીતિ બેન તથા ગણેશવાડી મહિલા મંડળના તમામ સભ્યોને ૫૦ વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. ગણેશવાડી મહિલા મંડળનો આ સુવર્ણ પ્રવાસ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.