વાપી ઉદ્યોગનગર પ્રાથમિક શાળાનું ગૌરવ
- byDamanganga Times
- 05 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૪ ઃ વાપી ઔદ્યોગિક વસાહત પ્રાથમિક કેન્દ્ર શાળા ની વિદ્યાર્થીની ઝોન કક્ષાઍ વાર્તા નિર્માણ સ્પર્ધામાં પ્રથમ આવતા શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીને નું બહુમાન કરાયું.
વાપી જીઆઇડીસી ના અંબા માતા મંદિર પાસે આવેલ ઔદ્યોગિક વસાહત પ્રાથમિક કેન્દ્ર શાળા ની વિદ્યાર્થીની અવંતિકા સતીશચંદ્ર દુબે જે ધોરણ સાતમાં અભ્યાસ કરે છે અને શાળા ઍસઍમસીના સભ્ય ની દીકરી છે જે શિક્ષણ વિભાગ તથા જીસી ફૂશ્વદ્દ રીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત આયોજિત ઝોન કક્ષાની વાર્તા સ્પર્ધા ૨૦૨૫ ૨૬ મિડલ સ્ટેક ધોરણ છ થી આઠ વાર્તા નિર્માણ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રા કરતા આ શાળાના મુખ્ય શિક્ષક મીનાબેન ઍસ આહીરે તેમજ શાળા પરિવાર અને ઍસઍમસીના શિક્ષણ વિભાગના હેમંતભાઈ ટી દેસાઈ તરફથી અભિનંદન આપવામાં આવ્યા હતા આ વિદ્યાર્થીનીનું શાળા કક્ષાઍ સન્માન કરવામાં આવ્યું હતું અગાઉ રાજ્ય કક્ષાની ફાઇનલ રાઉન્ડ સ્પર્ધામાં સફળતા પ્રા કરવા પણ તેમને શુભેચ્છા આપવામાં આવી છે.
