Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી લાયન્સ કલબ દ્વારા લવાછા મંદિરમાં કિચન શેડ બનાવાયો

વાપી લાયન્સ કલબ દ્વારા લવાછા મંદિરમાં કિચન શેડ બનાવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૪ ઃ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ઍ વિશ્વમાં કોઇપણ દેશમાં જાતના જાતી, ધર્મ નો ભેદભાવ વગર હંમેશા સામાજીક અને સેવાકીય કાર્ય કરવાની સાથે સાથે ધાર્મીક ઉત્થાનનું કાર્ય પણ કરી રહ્ના છે જે અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ વાપી ધ્વારા લવાછા માં આવેલ શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર માં ઉજવાતા ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમ કે ઉત્સવ દરમ્યાન આવતા ભકતોને મહાપ્રસાદ બનાવવા માટે પડતી મુશ્કેલી તેમજ મંદિરમાં દર્શન કરવામાં પડતી અગવડતા લાયન્સ ક્લબ ઓફ વાપીના સભ્ય લા. દિવ્યેશાબેન પટેલને ધ્યાનમાં આવતાં તેઓઍ આ મંદિરના પ્રાંગણમાં મહાપ્રસાદ બનાવવા માટે કિચન શેડ તથા મંદિરના પ્રાંગણમાં સિમેન્ટ કોંક્રેટ થી બનાવેલ પથવે અંદાજીત રૂ. ૩,૦૦,૦૦૦/- ના ખર્ચે લાયન્સ ક્લબ ઓફ વાપી ના પ્રમુખ લા. વિશાલભાઇ પટેલ ની રાહબારી હેઠળ તૈયાર કરી આપવામાં આવેલ જેનો સંપુર્ણ આર્થિક યોગદાન લા. દિવ્યેશાબેન પટેલ તરફથી આપવામાં આવ્યું. આવા કાયમી યાદગીરી અને બહુ ઉપયોગી કિચન શેડ તથા મંદિર ના પ્રાંગણમાં સિમેન્ટ કોંક્રેટ થી બનાવેલ પથવેના લોકાર્પણ માટે ડીસ્ટ્રીકટ ૩૨૩૨જ્૨ ના ગવર્નર લા. મોનાબેન દેસાઈ ૩*ભ્પ્થ્જ્ હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે તેઓઍ જણાવેલ કે જેવી રીતે આપણે જો વિદેશ જવુ હોય તો આપણા રૂપીયાને જેતે દેશ ની કરન્સી માં રૂપાંતરીત કરવી પડે છે. તેમજ આવા પમેનેન્ટ પ્રોજેકટ કરવા બદલ તેજ દીવસે સાંજે મળેલ ડ્રીસ્ટ્રીક્ટ ૩૨૩૨જ્૨ની કેબીનેટ મીટીંગમાં ક્લબના પ્રમુખ લા.વિશાલભાઇ પટેલ નું બહુમાન કરવામાં આવેલ. આ સમયે ડીસ્ટ્રીકટ ના પમેનેન્ટ પ્રોજેકટ ચેરમેન લા. પિનાકીનભાઈ મિસ્ત્રી વિશેષ હાજર રહી આવા પમેનેન્ટ પ્રોજેકટ થી સમાજ જીવનમાં કલબ ની સારી શાખ ઉભી થતી હોય છે. તેમજ લવાછા ગ્રામ પંચાયતના સભ્ય સુરેશભાઈ ઍ લાવાછા ગામની જાહેર જનતા વતી કલબનો આભાર માની ખુશી વ્યકત કયુ*. આ સમયે ડીસ્ટ્રીકટ સેક્રેટરી લા. સોનલબેન દેસાઈ; ડીસ્ટ્રીક્ટ સેક્રેટરી લા. સીઍ શીખા સરૂપીયા ડીસ્ટ્રીકટ ટ્રેઝરર, લા. સંજીવ બોરસે રીજીયન ચેરમેનં રીજીયન-૬; લા. સંધ્યાબેન ચિત્તોડકર - ઝોન ચેરમેન-૩; લા.ભાવના મિસ્ત્રી પ્થ્જ્ - ઝોન ચેરમેન-૨; લા. દર્શનાબેન તુરખીયા; લા. મીનાક્ષીબેન કેશરવાની, પાસ્ટ ડીસ્ટીકટ ગવર્નર લા.સંજીવભાઈ કેશરવાની સહીત લા.રામીહભાઇ, લાયન્સ કલબ ઓફ વાપીના સેકેટરી લા. પ્રતિકભાઈ શાહ, ખજાનચી લા. પી.ઍ.પટેલ, લા. ભરત પટેલ, લા. નીલોફર શેખ, લા. લીનાબેન બોરસે, લા. લક્ષ્મણભાઈ પટેલ, લા. જયોતીબાલા જાડેજા, લા. શીવજીભાઈ લા. કનુભાઈ દરબાર વગેરે હાજર રહી આવા માનવીય કાર્યમાં દાનવીરોને પ્રોત્સાહન આપ્યું હતું.