Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી રોફેલ કોલેજ ખાતે ડાયનાફેસ્ટ ૩.૦નું આંતર કોલેજ સ્પર્ધા યોજાઈ

વાપી રોફેલ કોલેજ ખાતે ડાયનાફેસ્ટ ૩.૦નું આંતર કોલેજ સ્પર્ધા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૪ ઃ રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી (ય્લ્ય્શ્) અંતર્ગત સંચાલિત રોફેલ કોલેજ દ્વારા ઙ્કઝ઼ર્ક્કીઁશ્ફૂસ્ન્દ્દ ૩.૦ – ૨૦૨૬ઙ્ખ તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ જીઆઇડીસી રોફેલ કેમ્પસમાં આંતર કોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દક્ષિણ ગુજરાત, સેલવાસ અને દમણ વિસ્તારની કોલેજોના  વિદ્યાર્થીઓઍ  ભાગ લીધો હતો. જેમાં કુલ ૩૨ કોલેજોના અંદાજે ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓઍ આ સ્પર્ધામાં પોતાની પ્રતિભા રજૂ કરી હતી.
ઙ્કઝ઼ર્ક્કીઁશ્ફૂસ્ન્દ્દ ૩.૦ – ૨૦૨૬ઙ્ખ અંતર્ગત વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું જેમાં રેમ્પ વોક – ધ ગ્લેમ રનવે, બેટલ ઝોન ગ્ઞ્પ્ત્, મિનિટ મેનિયા, આર્ટ ઑન પ્લેટ (સેલાડ મેકિંગ), હાથો કી કલા (મેહંદી), પ્રોમ્પ્ટ ટુ પોસ્ટર – ખ્ત્ ડિઝાઇન, ધ રીલ ડીલ, કેમ્પસ કેનવાસ (રંગોળી), માઇક માસ્ટર્સ (ઍલોક્યુશન), ધ આર્ટિસ્ટ્રી ઍરીના (પોસ્ટર મેકિંગ) તથા સુર સંગમ (સોલો સિંગિંગ) જેવી આકર્ષક સ્પર્ધાઓનો સમાવેશ થાય છે.
ઝ઼ર્ક્કીઁશ્ફૂસ્ન્દ્દ ૩.૦ – ૨૦૨૬ દ્વારા વિદ્યાર્થીઓમાં આંતર કોલેજ સંવાદ, ટીમવર્ક, નેતૃત્વ ગુણો અને સર્જનાત્મક અભિવ્યક્તિને નવી દિશા આપવા માટેનો ઉદ્દેશ હતો.  યુનિવર્સિટી પ્રશાસન તરફથી આવા શૈક્ષણિક તેમજ સહ અભ્યાસક્રમ કાર્યક્રમો  દ્વારા યુવાનોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્ના છે.
રોફેલ કોલેજના આચાર્ય ડૉ. પ્રિયકાંત વેદના માર્ગદર્શન હેઠળ શનિવારે સવારથી જ વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમમાં વિજેતા સ્પર્ધકોને રોફેલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. વિકાસ દેસાઈ, રોફેલ કોલેજના આચાર્ય ડૉ. પ્રિયકાંત વેદ, મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન ડૉ. કેદાર શુક્લા તેમજ સ્પર્ધાના સ્પોન્સર્સ દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.