વાપી શાકબાજી માર્કેટ માર્ગ ઉપર ડિવાઈડર બનાવવાની કામગીરી શરૂ
- byDamanganga Times
- 05 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૪ ઃ વાપી શાકભાજી માર્કેટમાં નાઝા બાઇ રોડથી કચ્છી ગામ રોડ મચ્છી માર્કેટ સુધીનો માર્ગ ઉપર મહાનગરપાલિકા દ્વારા રસ્તાની વચ્ચે ડિવાઈડર તેમજ સ્ટ્રીટ લાઈટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોને રાહત તથા રાહદારીઓને રાહત થશે.
વાપી ના જુના શાકભાજી માર્કેટ ઍટલે કે કુમાર શાળા પાછળના નાઝા બાઈ રોડથી મચ્છી માર્કેટ કચીગામ રોડ સુધીના માર્ગ ઉપર શાકભાજી નું વેચાણ કરતા લારી અને પાથરણા વાળાઓને લઈ ટ્રાફિક જામની સમસ્યાને લઈ સ્થાનિક લોકો તથા રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્ના હતા અને આ શાકભાજી માર્કેટમાં સાંજના સમયે શાકભાજી ખરીદી કરવા માટે આવતી મહિલાઓ અને યુવતીઓની સરેઆમ છેડતી તેમજ અહીં વારંવાર બે ગ્રુપ વચ્ચે મારામારી અને અથડામણ થતી રહેતી હતી.
જેને જેને લઇ વાપી મહાનગરપાલિકાના વહીવટી તંત્ર તેમજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ માર્ગ ઉપરથી શાકભાજીનું વેચાણ કરનારાઓને હંમેશા માટે દૂર કરી નવી બનાવવામાં આવેલ શાકભાજી માર્કેટમાં વેપારીઓને વેચાણ કરવા માટે જણાવ્યું હતું અને આ રસ્તો ખુલ્લો કરાયો હતો. આ રસ્તા ઉપર હવે રસ્તાની વચ્ચે ડિવાઈડર બનાવી સ્ટ્રીટ લાઈટ અને સુવિધા યુક્ત બનાવવામાં આવશે. જેને લઇ આ વિસ્તારમાં રહેતા લોકોને વર્ષોથી પડતી મુશ્કેલીઓ દૂર થશે જોકે અહીં રાત્રિ દરમિયાન અંધારાને લઈ થતી મુશ્કેલીઓ પણ સ્ટ્રીટ લાઈટ લગાવવાથી દૂર થશે.
આમ વાપી મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ખૂબ જ સારી સુવિધાઓ કરવામાં આવી રહી છે.
