Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સલવાવની સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરાઈ

સલવાવની સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૪ ઃ શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ–વાપી ખાતે આઈ. કયું. ઍ.સી. (ત્મ્ખ્ઘ્ ) ના નેજા હેઠળ અને આર ઍન્ડ ડી કમિટી (ય્ ્રૂ ઝ઼) ના આયોજનથી તારીખૅં ૦૪/૦૨/૨૦૨૬ બુધવારના રોજ વર્લ્ડ કેન્સર ડે ની ઉજવણી નિમિતે ઙ્કન્ફૂદ્દ’સ્ન્ ર્દ્દીશ્રત્ત્ ર્ીણું્યદ્દ ર્ણૂઁણૂફૂશ્વ ર્ીઁફુ ત્ત્ઁંરૂ સ્ન્ૃંફૂ ર્શ્ીણૂદ્દસ્ન્ઙ્ખ ના વિષય પર વિદ્યાર્થીઓ માટે ઍક્સપર્ટ ટોક યોજાયો હતો.
આ કાર્યક્રમનું સમગ્ર માર્ગદર્શન કેમ્પસ ઍકેડેમિક ડિરેક્ટર પ્રોફેસર ડૉ. શૈલેષ વી. લુહાર અને આચાર્ય ડૉ. સચિન બી. નારખેડેના કુશળ આયોજન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ટેકનીકલ સંચાલન પ્રોફેસર ડૉ. કાંતિલાલ બી. નારખેડેઍ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર નિશા કે. પાટીલ દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું.
આ ઍક્સપર્ટ ટોકમાં મુખ્ય અતિથિ તરીકે વાપીની પ્રખ્યાત ૨૧સ્ન્દ્દ  ઘ્ફૂઁદ્દ્યશ્વક્ક ર્ઘ્ીઁણૂફૂશ્વ ર્ઘ્ીશ્વફૂ ઘ્ફૂઁદ્દફૂશ્વ હોસ્પિટલના કેન્સર સર્જન અને લેપરોસ્કોપિક સર્જરીના નિષ્ણાત ડૉ. અક્ષય નાડકર્ણી ઉપસ્થિતિ રહ્ના હતા. જેમાં તેમણે કેન્સરની સાવચેતી માટેના મુદ્દાઓ વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કર્યા હતા. જેમાં કેન્સરનું  ટ્રીટમેન્ટ કઈ રીતે થાય છે, કયા ડાયગ્નોસીસ માટે કયા ટેસ્ટ કરવામાં આવે છે, સ્વસ્થ જીવનશૈલી, વહેલી તકે નિદાન તથા કેન્સર સંબંધિત મૃત્યુદર ઘટાડવામાં જાહેર જાગૃતિનું મહત્વ સમજાવી કેન્સર જાગૃતિ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે વક્તાને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું અને આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. જેમાં બી.ફાર્મસીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ બદલ ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ ઍકેડેમિક  ડિરેક્ટર અને તમામ સ્ટાફે દરેકનો આભાર માન્યો હતો.