Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

કાંગવીમાં આશ્રમશાળાની જમીન શિર પડતરમાં ફેરવવાના આક્ષેપ સાથે આવેદન

કાંગવીમાં આશ્રમશાળાની જમીન શિર પડતરમાં ફેરવવાના આક્ષેપ સાથે આવેદન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૦૩ ઃ  ધરમપુર તાલુકાના કાંગવીગામે આશ્રમશાળાની જમીનને લઈને ગામના રહીશો દ્વારા ગૌચરની જગ્યાને શિર પડતરમાં ફેરવી આશ્રમશાળા બનાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે.

પ્રા માહિતી મુજબ સર્વે નંબર ૫૦૨/૫૦૩માં અંદાજે ૪૧ વર્ષથી આશ્રમશાળા ચાલી રહી છે. શરૂઆતના વર્ષોમાં આશ્રમશાળા ગામના ડાહ્નાભાઈ મગનભાઈના ઘરે ચલાવવામાં આવતી હતી અને ત્યારબાદ વર્ષ ૧૯૮૫થી ઉત્તર બુનિયાદી વિદ્યામંદિરના નામે હાલની જગ્યાઍ કાર્યરત છે. હાલ આશ્રમશાળામાં આશરે ૪૦ વિદ્યાર્થી અને ૪૦ વિદ્યાર્થીનીઓ રહી અભ્યાસ કરી રહ્ના છે. ગામના અશ્વિનભાઈ ભગુભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે મૂળ ગૌચર અને શિર પડતર તરીકે ઓળખાતી જાહેર જમીન પર સત્તાનો દુરુપયોગ કરીને આશ્રમશાળાની હદ વધારી દેવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ ૧૮ ગુંઠાની જગ્યાની સામે અંદાજે ૫ ઍકર જેટલી જમીન પર દબાણ કરીને પ્રોટેકશન વોલની કામગીરી હાથ ધરાઈ છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા-આવવામાં મુશ્કેલી પડી રહી છે. આ મુદ્દે અશ્વિનભાઈ પટેલ અને નિવૃત્ત આર્મી જવાન જયંતીભાઈ પટેલ સહિતના ગામલોકોઍ કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. બીજી તરફ ધરમપુર સેવા મંડળના પ્રમુખ ચુનીભાઈ પટેલે આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે વર્ષ ૧૯૮૫થી આ જગ્યા પર આશ્રમશાળા કાયદેસર રીતે કાર્યરત છે અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી આદર્શ યોજના હેઠળ પ્રોટેકશન વોલનું કામ ચાલી રહ્નાં છે. તેમણે જણાવ્યું કે ખેતરોમાં જવા માટે પહેલેથી જ રસ્તાની સુવિધા આપવામાં આવી છે, પરંતુ વધુ ઍક રસ્તાની માંગ ઍવી જગ્યાઍથી કરવામાં આવી રહી છે જ્યાંથી વિદ્યાર્થીનીઓના રહેણાંક મકાનની પાછળની બાજુ આવે છે, જે સુરક્ષા દૃષ્ટિઍ યોગ્ય નથી.

તેમણે વધુમાં ઉમેર્યું કે કેટલાક લોકો સંસ્થાની વિકાસકારી કામગીરીમાં અવરોધ ઉભા કરતા રહે છે, જેના કારણે બાળકો માટે પાણીની સુવિધા માટે મંજૂર કરાયેલ કૂવાનું કામ પણ અધૂરું રાખવું પડ્યુ હતુ.