વલસાડના મુખ્ય માર્ગ પર પાણીની લાઈનમાં ભંગાણ પડયું
- byDamanganga Times
- 04 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ તા ૩ વલસાડના આરપીઍફ મેદાન ઓવરબ્રિજથી લીલાપુર ઔરંગાનદીના પુલ સુધી સીસી રોડ બનવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોય તે દરમિયાન આજરોજ વલસાડના કેરી માર્કેટ સામે રસ્તા નું ખોદકામ કરતી વખતે પાણીની લાઈનમાં ભંગાણ પડતા હજારો લિટર પાણી ખોદકાવાળી જગ્યામાં પાણી ભરાતા તળાવ જેવું બની ગયું હતું.
વલસાડ શહેરમાં છેલ્લા દિવાળી બાદ વલસાડના આરપીઍફ મેદાનથી લઈ ઔરંગાનદી, લીલાપુર, ઔરંગા નદી સુધી બંને તરફ સીસી રોડ બનવાની કામગીરી પૂરજોસમાં ચાલી રહી છે.
હાલમાં છીપવાડ ગરનાળુ, દશેરા ટેકરીથી લઈ કેરી માર્કેટ સુધી વલસાડ, ખેરગામથી વલસાડ તરફના રોડનો ખોદકામ કરવામાં આવી રહ્નાં છે. જેથી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બનતા વલસાડથી ખેરગામ તરફ જતો રસ્તો પર ટ્રાફિક પોલીસ મુકવા તેમ છતાં બાઈક અને રીક્ષા ચાલકો જવાની ઉતાવળમાં આગળ જઈ અટકી જતા ટ્રાફિક જામ થતી હોય છે.
તો કેટલાક નાના વાહનો પારડી સાંઢપોર, મોગરાવાડી થઈ કેરી માર્કેટ રોડ પર આવે છે. ત્યારે આજરોજ સવારે વલસાડના કેરી માર્કેટ મોરારજી દેસાઈ સામે રસ્તો ખોદકામ કરતી વખતે પાણીની લાઈન તૂટી ભંગાણ પડતા હજારો લિટર પાણી ખોદકાવાળી જગ્યામાં પાણી ભરાતા તળાવ જેવું બની ગયું હતું.
