રેલવે ટ્રેક પર મહિલાને રીલ બનાવવાનું ભારે પડ્યું
- byDamanganga Times
- 04 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૩ ઃ સચીન રેલ્વે સ્ટેશનના મકરસંક્રાંતિના રોજ રેલ્વે ટ્રેક પર ઉપર જીવ જોખમાય તેવી જગ્યા ઉપર બનાવેલ રીલ ઈન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરનાર યુવતીને રેલ્વે પોલીસે ઝડપી લીધી હતી. આ વિડીયો સચીન રેલ્વે સ્ટેશનની ઉત્તરે આવેલ રેલ્વે લાઈન ઉપર જીવ જોખમમાં મુકી રીલ બનાવી ઈન્સ્ટાગ્રામ ઉપર વિડીયો વાયરલ કર્યો હતો.ઇન્સ્ટાગ્રામ ઉપર સુરતની નેહા મહેન્દ્ર રાજભર નામની આ યુવતી મહિલાના ૩.૩૩ લાખ જેટલા ફોલોઅર્સ છે. પોલીસે ઍની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતાં તેણે હવે પછી તે રેલ્વે ટ્રેક ઉપર કોઈ રીલ બનાવીસ નહી જે બાબતે માફી માગી હતી.
