Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીની આર. કે. દેસાઈ ગૃપ અોફ કોલેજીસમાં રકતદાન કેમ્પ યોજાયો

વાપીની આર. કે. દેસાઈ ગૃપ અોફ કોલેજીસમાં રકતદાન કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૩ ઃ આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અને સ્કૂલ વાપીમાં બ્લડ ડોનેશન કેમ્પઁનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. પ્રતિવર્ષની માફક સંસ્થાના પ્રેરણાસ્ત્રોત ઍવા સ્વ.શ્રી રમણલાલ કુંવરજી દેસાઈ અને સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ સાહેબના જન્મદિન નિમિત્તે સમાજને ઉપયોગી થવાના હેતુસર આ શુભ વિચારધારા લોકો સુધી પહોંચે ઍ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. ‘રક્તદાનથી ઍક નવજીવન’ અને  ‘રક્તદાન ઍ મહાદાન’ આ વિચારધારાને પ્રત્યક્ષ રીતે કાર્યાન્વિત  કરી અમારી સંસ્થા દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓમાં તેમજ લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વાપી શહેરના અગ્રણી સમાજસેવકો, ઉદ્યોગ સાહસિકો તેમજ આમંત્રિત મહેમાનો જેમકે    ગુજરાત પ્રદેશ કોîગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરી, ઍઆઈસીસીના સેક્રેટરી શ્રીનિવાસ બી.વી., કોîગ્રેસ અગ્રણી હોશંગ મિર્ઝા, વલસાડ જીલ્લા કોîગ્રેસ પ્રમુખ અને માજી સાંસદ કિશનભાઈ પટેલ, વીઆઈઍ પ્રમુખ સતિષભાઈ પટેલ વગેરે  ઉપસ્થિત રહ્ના હતા. આ કાર્યકમમાં પધારેલ આ તમામ ઉચ્ચ  પદાધિકારીઓ અને મહેમાનોનું સ્વાગત સંસ્થાના ચેરમેન મીલન દેસાઈઍ સાલ અને પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને વાપી સ્થિત નાગરિકો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ  ૫૨  બોટલોનું રક્તદાન પ્રા થયું હતું .આ તમામ રક્તદાતાઓનું સંસ્થાના ચેરમેન  મિલન દેસાઈઍ અભિવાદન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના વિવિધ ફેકલ્ટીસના આચાર્યો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓની સહભાગિતા સાંપડી હતી તે બદલ સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ તથા કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહઍ સૌને અભિનંદન પાઠવ્યા હતા.