ચીખલી-ખેરગામ પંથકમાં ધુમ્મસથી ફળ-પાકને અસર
- byDamanganga Times
- 04 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૦૩ ઃ ચીખલી પંથક સહિત આજુબાજુના ગામોમાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ રહેતા કેરીના પાકને અને શાકભાજીના પાકને માંથી અસર વર્તાઈ રહી છે હાલમાં આંબા કલમો ઉપર મોર આવતો હોય અને વાદળછાયુ વાતાવરણ તેમજ સવારના સમયે ધુમ્મસ રહેતા કેરીનો પાક આ વર્ષે પણ ઓછો રહે તેવી ભીતિ ખેડૂતો સીવી રહ્ના છે.
છેલ્લા કેટલાક વર્ષોથી કેરીના પાકની તૈયારી શરૂ થાય અને આંબા કલમો ઉપર મોર ફૂટવાનું શરૂ થાય ત્યારે કુદરત પણ આડે આવતી હોય છે. છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયુ વાતાવરણ અને સવારના સમયે ધુમ્મસ પડતા જેની સીધી અસર આંબા કલમ ઉપર ફૂટતા મોર ઉપર પડતી હોય છે. સવારે ધુમ્મસ પડતા આંબા કલમ ઉપર ફૂટેલ મોર કાળો પડી રહ્ના છે ઍટલું જ નહીં પરંતુ વાદળછાયુ વાતાવરણ અને ધુમ્મસની અસર શાકભાજીના પાકને પણ વર્તાતી હોય છે અને શાકભાજીના પાકમાં જીવાત પડી જતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોના માથે પનોતી બેઠી હોય તેમ કેરીનો પાક તૈયાર થાય ઍટલે કુદરત પણ રૂઠવાનું શરૂ કરી દેતી હોય છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો ખેતરોમાં અથાગ મહેનત કરી પાક લેવાની તૈયારી કરાતી હોય ઍટલામાં કુદરત આડે આવી જતી હોય છે.
