Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ ગ્લ્ફન્ ની અોફિસમાં દારૂની મહેફિલ ઃ બે ઝડપાયા

વલસાડ ગ્લ્ફન્ ની અોફિસમાં દારૂની મહેફિલ ઃ બે ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૩ ઃ  વલસાડ સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમ્યાન બાદમે મળેલી બાતમી આધારે  વલસાડના પોલીસ હેડક્વાર્ટર નજીક આવેલી ગ્લ્ફન્ ઓફિસમાંથી બે ઈસોમો ને દારૂ પીતા ઝડપી પાડી જેલમાં ધકેલી દીધા હતા. વલસાડ સિટી પોલીસ મથકના પોલીસ ની ટીમ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં ફરતી હતી. તે દરમિયાન બાતમી મળી કે બીઍસઍનઍલ ઓફિસના ઍક રૂમમાં કેટલાક કિસ્સોમાં મોટા અવાજ સાથે દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી આધારે  પોલીસે છાપો મળતો દારૂના નશામાં ધૂત બની અબ્રામા પોલીસ હેડ ક્વાર્ટર નજીકમાં આરોપી રાકેશ હરિંદ્ર કોરી ઉંમર વર્ષ ૪૨ અને રમેશચંદ્ર રામગરીબ કોરી ઉંમર વર્ષ ૪૨ બંને રહે. તુલસી વન સોસાયટી પોલીસ હેડ ક્વાર્ટર રોડ અબ્રામા વલસાડની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે. બંને આરોપી સામે વલસાડ સીટી પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.