Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

બીલીમોરામાં ૩૨મો મુકબધિર જીવનસાથી પસંદગી મેળો યોજાયો

બીલીમોરામાં ૩૨મો મુકબધિર જીવનસાથી પસંદગી મેળો યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 બીલીમોરા, તા.૦૩ ઃ બીલીમોરાના સોમનાથ સંકુલ સ્થિત ગાયત્રી માતા મંદિરે રવિવારે મુક બધિર માનવ મિત્ર સેવા ટ્રસ્ટ દ્વારા ૩૨મો મુકબધિર જીવનસાથી પરિચય પસંદગી મેળો યોજાયો હતો. આ મેળામાં રાજ્યભરમાંથી હમસફરની શોધમાં આવેલા ૧૭ યુવક-યુવતીઓઍ સાંકેતિક ભાષામાં પોતાનો પરિચય આપી જીવનસાથી માટે દાવેદારી નોંધાવી હતી. આ પ્રસંગે ઉમેદવારોનો ઉત્સાહ વધારવા માટે તેમના પરિજનો અને સ્નેહીજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા. ટ્રસ્ટના પ્રમુખ રાજેશભાઈ કોન્ટ્રાક્ટર, ઉપપ્રમુખ અનિતાબેન આહીર, મંત્રી રામજીભાઈ પટેલ તથા ટ્રસ્ટી વલ્લભભાઇ ટંડેલ, હેમલ પટેલ અને પારેખ સહિતના અગ્રણીઓઍ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.