ગણદેવીમાં પ્રીમિયર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
- byDamanganga Times
- 04 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૦૩ ઃ ગણદેવી નગરપાલિકા પ્રેરિત અને શહેર ભાજપ આયોજિત પ્રીમિયર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૬નું ભવ્ય આયોજન સ્થાનિક બંધારા ક્રિકેટ મેદાન ઉપર કરવામાં આવ્યું હતું. શનિ-રવિ ઍમ બે દિવસ ચાલેલા આ ક્રિકેટના મહાકુંભમાં શહેરની પ્રતિષ્ઠિત ૬ ટીમોઍ ભાગ લીધો હતો, જેમાં ફાઈનલના રસાકસીભર્યા જંગમાં દુર્વા ઈલેવનની ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો હતો, જ્યારે ગોહીલ બ્રધર્સઁ રનર્સ અપ રહી હતી. ટુર્નામેન્ટમાં ગોહિલ બ્રધર્સ, ગ્રો મોર ડેવલોપર્સ, અવસર હોમ્સ ૨, જ્યોતલક્ષ્મી ઇલેવન, દુર્વા ઇલેવન અને નીલકંઠ ઇલેવન જેવી ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. મેદાન ઉપર ખેલાડીઓઍ ફટકારેલા ચોગ્ગા-છગ્ગાની રમઝટ અને પ્રેક્ષકોના ઉત્સાહ વચ્ચે અનોખો નજારો સર્જાયો હતો.નવસારી જીલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના હસ્તે વિજેતા ટીમોને રોકડ પુરસ્કાર અને ટ્રોફી ઍનાયત કરવામાં આવી હતી બેસ્ટ બેટ્સમેન તરીકે હનાન, બેસ્ટ બોલર તરીકે પરિમલ હળપતિ, બેસ્ટ ફિલ્ડર તરીકે પિંકેશ નાયકા અને મેન ઓફ ધ મેચ તરીકે અશરાર પઠાણ ઝળક્યા હતા, જ્યારે સમગ્ર ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ક્રિશ સબાનીને ‘મેન ઓફ ધ સિરીઝ’ જાહેર કરાયા હતા.
આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખે યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને બિરદાવતા જણાવ્યું હતું કે, યુવા ટેલેન્ટ સતત ધબકતી રહે અને ખેલાડીઓમાં ઍકતાની ભાવના જળવાય તે આ આયોજનનો મુખ્ય હેતુ છે. વધુમાં તેમણે આગામી દિવસોમાં આ ક્રિકેટ ગ્રાઉન્ડને વધુ ડેવલોપ કરી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની આશા પણ વ્યક્ત કરી હતી. પાલિકા પ્રમુખ ભાવેશ પટેલ, કારોબારી અધ્યક્ષ નિરવ સગર, શહેર પ્રમુખ ડો. હાર્દિક વૈદ્ય, ઉપપ્રમુખ ભાનુબેન પટેલ, પ્રીતિ પ્રજાપતિ, નિલેશ શર્મા, નિલેશ ગોઝલે, કેયુર વશી, પરેશ અધ્વર્યુ, પિનાકીન પંડ્યા, હિરેન તલાવીયા સહિતના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્ના હતાં.
