બોરીગાંવઠા અને ભિસ્યામાં ગ્રામ્ય માર્ગના રસ્તાનું ખાતમુર્હત કરાયું
- byDamanganga Times
- 04 February, 2026
આહવા, તા. ૦૩ ઃ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા વઘઇ તાલુકાના બોરીગાંવઠા ગામે માર્ગ અને મકાન વિભાગ રાજ્યના ઇમરજન્સી વર્ક યોજના હેઠળ આર.સી.સી. રોડનું ખાતમૂહર્ત તેમજ આહવા તાલુકાના ભિસ્યા ગામે મેઇન રોડ બોરખેતથી ભિસ્યા ગામ સુધીનો માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્ત્વના ઍવા તમામ નવીન રસ્તાઓ મંજુર કરવામાં આવેલ છે. જેમાં ડાંગ જિલ્લામાં પણ મહત્વના રસ્તાઓનું ખાતમૂહર્ત કરવામાં આવેલ છે. આ રસ્તાઓની કામગીરી પૂર્ણ થવાથી વાહનચાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂત તેમજ રોજગાર માટે આવનજાવન કરતાં નાગરિકોને મોટી રાહત મળશે.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પ્રમુખ સુરેશભાઇ ચૌધરી, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઇ ગાવિત સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્નાં હતાં. આહવા, તા. ૦૩ ઃ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા વઘઇ તાલુકાના બોરીગાંવઠા ગામે માર્ગ અને મકાન વિભાગ રાજ્યના ઇમરજન્સી વર્ક યોજના હેઠળ આર.સી.સી. રોડનું ખાતમૂહર્ત તેમજ આહવા તાલુકાના ભિસ્યા ગામે મેઇન રોડ બોરખેતથી ભિસ્યા ગામ સુધીનો માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્ત્વના ઍવા તમામ નવીન રસ્તાઓ મંજુર કરવામાં આવેલ છે. જેમાં ડાંગ જિલ્લામાં પણ મહત્વના રસ્તાઓનું ખાતમૂહર્ત કરવામાં આવેલ છે. આ રસ્તાઓની કામગીરી પૂર્ણ થવાથી વાહનચાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂત તેમજ રોજગાર માટે આવનજાવન કરતાં નાગરિકોને મોટી રાહત મળશે.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પ્રમુખ સુરેશભાઇ ચૌધરી, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઇ ગાવિત સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્નાં હતાં.
