ખેરગામની દોડવીર ત્રિપુટીનું સન્માન કરાયું
- byDamanganga Times
- 04 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા.૦૩ ઃ તા.૧-૨-૨૬ના રવિવારે જ્ઞાન કિરણ ઢોડિયા પ્રગતિ મંડળ સુરખાઈ ખાતે ૧૮મા દ્વિવાર્ષિક(૨૩-૨૪/૨૪-૨૫) અધિવેશનમાં ખેરગામના ત્રણ રમત દોડવીરો સર્વ પ્રવિણભાઈ ગુલાબભાઈ પટેલ, ઉપ શિક્ષક (નગીનદાસ નગર-પોમાપાળ), મણિલાલ લલ્લુભાઈ પટેલ, નિવૃત્ત શિક્ષક, ગાંધીનગર સો. તથા ખેરગામ-નાન્ધઈ વાળી ફ.ના નિવૃત્ત ઍસટી કર્મી બાબુભાઈ સામજીભાઈ પટેલને રમતમાં શ્રેષ્ઠ પ્રદાન બદલ પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે -પ્રતિભા સન્માન ટ્રોફી તથા વારલી ચિત્રકળાનો અદ્ભુત નમૂનો-મોમેન્ટો આપી ઢોડિયા સમાજ દ્વારા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સાયન્સ ડીપાર્ટમેન્ટના હેડ(ઍચઓડી) પ્રો. હિતેશભાઈના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા જે સમારંભમાં સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ પ્રદિપભાઈ ગરાસિયા, માજી મંત્રી કાનજીભાઈ પટેલ તથા બીજા ઘણા નામી વ્યક્તિઓઍ હાજર રહી ખેરગામ તાલુકાની ત્રિપુટીની વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ વરિષ્ઠ ઉંમરે પણ દોડવીર બની ચંદ્રકો જીત્યા તે બદલ અભિનંદન આપ્યા હતાં.
