Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

મહાલમાં અનોખી ધ્યાન શિબિર યોજાઈ

મહાલમાં અનોખી ધ્યાન શિબિર યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

આહવા, તા. ૦૩ ઃ શંભાલા આધ્યાત્મિક ફાઉન્ડેશન, (દિલ્હી - ભારત) દ્વારા આયોજિત વન ધ્યાન (આનાપાનસતિધ્યાન) શિબિર ડાંગના મહાલ ગામે પૂર્ણા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી, મહાલ ઈકો ટુરિઝમ કેમ્પ સાઇટ ખાતે યોજાઈ  ગઈ. જેનું ઉદ્દઘાટન ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ (ઍસ.પી.)ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે અંજનાબેન પાલવા, આર.ઍફ.ઓ. કાલીબેલ, અને મહાલ, ગ્રામ પંચાયતના સરપંચ. સારીકા બેન વડવી તથા પી.ઍસ.આઈ.  દલસુખભાઈ  તીલવાટ તથા શાંભાલા આધ્યાત્મિક ફાઉન્ડેશન, દિલ્હીના અધ્યક્ષ, થર્ડ આઈ માસ્ટર, સિનિયર પિરામિડ માસ્ટર દી નાડેલાજી, શાંભાલા આધ્યાત્મિક ફાઉન્ડેશનના ચેરપર્શન રામ નાડેલાજી, તથા નાશિકના ઉદ્યોગપતિ ગૌતમ પાટીલની ઉપસ્થિતિમાં યોજાયો. ઉપસ્થિત મહાનુભાવોનું સાલ, પુસ્તકો, ક્રિસ્ટલ પિરામિડ આપી સન્માનિત કરવામાં આવ્યા.

ડાંગ - મહાલના વન ધ્યાન શિબિરમાં વિદેશ કતાર સહિત ૮ રાજ્યના ૮૦થી વધુ ધ્યાન પિરામિડ માસ્ટરો થર્ડ આઈ માસ્ટર, સિનિયર પિરામિડ માસ્ટર દી નાડેલાજીના માર્ગદર્શન હેઠળ વનમાં ધ્યાન સાધનામાં ભાગ લઈ રહ્ના છે.

કાર્યક્રમ દરમિયાન ૫ દિવસ મોબાઈલથી દુર રહી. ૨૪ કલાકમાં ત્યાં હોલમાં, નદી કિનારે પથ્થર પર, જંગલમાં ઍક વ્યક્તિ ઍક વૃક્ષ નીચે તથા રાત્રે નિવાસ સ્થાને અગ્નિ પેટવી તેની સાક્ષીઍ બેસીને ૮ થી ૧૦ કલાકનું ધ્યાન કર્યું હતું. આ કાર્યક્રમ રોજ રાત્રે ડાંગ સંસ્કૃતિની કૃતિઓમાં ડાંગી નૃત્ય, પાવરી નૃત્ય, થાડી કથા વાદન, ડુંગરદેવનો કાર્યક્રમ ભારતના ૮ રાજ્ય તથા કતારથી આવેલ પિરામિડ ધ્યાન માસ્ટરોઍ માની ડાંગના લોકો, તેમનું જીવન, સંસ્કૃતિ સમજી માર્ગદર્શન મળ્યુ હતું. ૨૬ જાન્યુઆરીઍ આ કેમ્પ સાઈડ ખાતે ૮ રાજ્યના અને કતારથી આવેલા  પિરામિડ માસ્ટર ઍમના આધ્યાત્મિક માર્ગદર્શક દીના નાડેલાના અધ્યક્ષ પદે ધ્વજવંદન કર્યુ હતું.

મહાલ ગામમાં શાકાહાર રેલી યોજી હતી. તથા ૧૦ શાળાના ૧૬૦૦ જેટલા વિદ્યાર્થીઓઍ ધ્યાન શિખવ્યું હતું. આ વન ધ્યાન શિબિરને સફળ બનાવવા માટે પિરામિડ માસ્ટરો નાશિકના ઉદ્યોગપતિ ગૌતમ પાટીલ, દિલ્હીના રામ નાડેલા, સુરતના કિશોરભાઈ પટેલ, આહવાના વિજયભાઈ મોરે તથા નિવૃત્ત ગ્રંથપાલ દત્તાત્રેય મોરેઍ મહેનત કરી હતી.