Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉમરગામની ઍમ.ઍમ. હાઈ.માં CET ની પરીક્ષા યોજાઈ

ઉમરગામની ઍમ.ઍમ. હાઈ.માં CET ની પરીક્ષા યોજાઈ


ઉમરગામ, તા. ૦૩ ઃ ઍમ.ઍમ. હાઈસ્કૂલ, ઉંમરગામ ખાતે તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત કોમન ઍન્ટરન્સ ટેસ્ટ (ઘ્ચ્વ્ – સામાન્ય પ્રવેશ પરીક્ષા) ૨૦૨૬નું આયોજન અત્યંત સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

આ પરીક્ષા માટે બે યુનિટ મળીને ધોરણ - ૫ના  કુલ ૬૮૭ વિદ્યાર્થીઓનું નોંધણીકરણ થયેલું હતું, જેમાંથી ૫૩૦ વિદ્યાર્થીઓઍ પરીક્ષામાં હાજરી આપી હતી. ઘ્ચ્વ્ પરીક્ષા આપવા માટે ઉમરગામ તાલુકાના વિદ્યાર્થીઓ વિવિધ દૂર દૂરની શાળાઓમાંથી ઍમ.ઍમ.હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતાં. વિદ્યાર્થીઓની સુવિધા તથા માનવીય અભિગમને ધ્યાનમાં રાખીને પરીક્ષા પૂર્ણ થયે ઉમરગામ ઍજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ઇશ્વરભાઇ બારી, મંત્રી ઉલ્હાસભાઈ ટંડેલ તથા ખજાનચી બંકિમભાઈ શાહ દ્વારા  પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીને બે-બે બિસ્કિટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે શાળાના આચાર્ય અલ્પેશકુમાર પટેલ તથા શાળાના સહ આચાર્યા જેસલબેને સફળ આયોજન બદલ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર, શાળાના ટ્રસ્ટીમંડળ તેમજ પરીક્ષા કાર્યમાં જોડાયેલા તમામ શિક્ષકમિત્રો અને કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.