Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

કોîગ્રેસની જનઆક્રોશ યાત્રાનું પારડીમાં સ્વાગત કરાયું

કોîગ્રેસની જનઆક્રોશ યાત્રાનું પારડીમાં સ્વાગત કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૦૨ ઃ ગુજરાત પ્રદેશ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી આયોજિત જન આક્રોશ યાત્રા પારડી બ્રિજ નીચે આવી પહોંચી હતી. જે જનઆક્રોશ યાત્રાનું પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ અને પારડી શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકર્તાઓઍ યાત્રાનો ભવ્ય સ્વાગત કર્યુ હતું. યાત્રા લઈને આવેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો. પારડી ભારતીય કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સતિષભાઈ પટેલ, પારડી શહેર સમિતિના પ્રમુખ બીપીનભાઈ પટેલ, મહામંત્રી કપિલભાઈ હળપતિ સહિત પાલિકાના કોંગ્રેસના સભ્ય નાસીરભાઈ, પરવેશભાઈ, વનીતાબેન વગેરે મોટી સંખ્યામાં કોંગ્રેસના ભાઈ-બહેનો કાર્યકર્તાઓઍ ભવ્ય સ્વાગત કર્યુ હતું. યાત્રા સાથે માજી કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી, વાંસદા ધારાસભ્ય આનંદભાઈ પટેલ વગેરે કોંગ્રેસના મોટાનેતાઓ યાત્રા સાથે આવી પહોંચ્યા હતાં. યાત્રાનું સ્વાગત થયા બાદ જન આક્રોશ રેલીનોરથ અતુલ તરફ રવાના થયો હતો.