દમણ જી.પં. શિક્ષણ સમિતિઍ પ્રદેશ શિક્ષણ નિર્દેશકની મુલાકાત લીધી
- byDamanganga Times
- 04 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૦૨ ઃ દમણ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિઍ પ્રદેશના શિક્ષણ નિર્દેશક ડો. વિવેક કુમારની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વધુ સમન્વય કેવી રીતે થઈ શકે તે બાબતે ચર્ચા-વિચારણાં કરી હતી. દમણ જિલ્લા સહિત સમગ્ર પ્રદેશમાં પૂર્વ પ્રાથમિકથી લઈ ઉચ્ચ શિક્ષણ સુધીના દરેક ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો થયા છે.
દમણ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશ ગોસાવીના નેતૃત્વમાં સભ્ય શીતલકુમાર પટેલ અને સુનિતાબેન હળપતિના પ્રતિનિધિ મંડળે પ્રદેશના શિક્ષણ નિર્દેશક ડો. વિવેકકુમાર સમક્ષ જિલ્લાના વિદ્યાર્થીઓની સુષુ શક્તિ અને અભિવ્યક્તિની કળા ફૂલે અને ફળે ઍ માટે દરેક શાળાની વિવિધ પ્રવૃત્તિઓને આવરી લેતા ઍક વાર્ષિક અંકના પ્રસિદ્ધિ માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. શિક્ષણ સમિતિઍ શિક્ષક દિવસ ૫મી સપ્ટેમ્બરની ઉજવણીને વિશેષ રીતે કરવાનો પ્રસ્તાવ રજૂ કરતા તે દિવસે પ્રસિદ્ધ શિક્ષણશાષાઓ કે પ્રસિદ્ધ સાહિત્યકારોને આમંત્રિત કરી શિક્ષકોને ઉમદા માર્ગદર્શન મળે તેવી વ્યવસ્થા કરવા પણ સૂચન કર્યું હતું.
શિક્ષણ નિર્દેશક ડો. વિવેક કુમારની મુલાકાત દરમિયાન ડાયટ દમણના પ્રિન્સિપાલ ઈન્દ્રવદનભાઈ પટેલ, સહાયક શિક્ષણ નિર્દેશક રાજેશભાઈ હળપતિ પણ ઉપસ્થિત રહ્ના હતાં.
