ધરમપુર તાલુકામાં માર્ગ અકસ્માતોની ચિંતાજનક સ્થિતિ ઃ ૬ દિવસમાં ૬ ના જીવ ગયા
- byDamanganga Times
- 04 February, 2026
(ભરત પાટીલ દ્વારા)
ધરમપુર, તા. ૦૩ ઃ ધરમપુર તાલુકા વિસ્તારમાં સતત વધી રહેલા અકસ્માતોના કારણે બેફામ હંકારનાર વાહનચાલકો ઉપર લાલ આંખ કરવુ જરૂરી બન્યુ છે.
ધરમપુર તાલુકામાં છેલ્લા છ દિવસથી બનેલી માર્ગ અકસ્માતોની શ્રેણીઍ સમગ્ર વિસ્તારને ઝંઝોળી નાખ્યો છે. ૨૭ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી દરમિયાન બનેલા અલગ-અલગ અકસ્માતોમાં બે માસુમ બાળકો તેમજ બે મહિલા સહિત છ નિર્દોષોઍ જીવ ગુમાવ્યા છે આ માત્ર આંકડો નથી, પરંતુ તૂટેલા પરિવારોની કરુણ હકીકત છે.
સાવરમાળ નજીક હાઈવા ટ્રકની ટક્કર હોય, કાકડકુવા ફાટક પાસે કારચાલકની બેદરકારી હોય, બામટી વિસ્તારમાં યુવાનનું બાઈક અકસ્માતમાં મોત હોય કે ધામણી પાસે ઢાળવાળા રસ્તા પર ટ્રક-બાઈક અથડામણ — દરેક ઘટનામાં ઍક બાબત સ્પષ્ટ થાય છે કે વાહનોની બેફામ ઝડપ ને લઇ ચાલાકોની બેદરકારી જોવા મળી રહી.
છેલ્લા છ દિવસમાં થયેલ અકસ્માતો તરફ ઍક નજર કરતા૨૭ જાન્યુઆરીઍ સાવરમાળ ટેકરી ફળિયા પાસે પિયાજિયો રિક્ષાને પાછળથી હાઈવા ડમ્પરે ટક્કર મારતા પ્રેમીલાબેનનું સ્થળ પર જ મોત થયું, જ્યારે પ્રિન્સ નામના બાળકનું માથાની ગંભીર ઇજાઓથી જીવ ન બચી શક્યો જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા હતાં. ૩૦ જાન્યુઆરીઍ કાકડકુવા ફૂલવાડી ફાટક પાસે ઍક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત થતાં હેમાબેન પટેલ (૩૭)નું હોસ્પિટલ પહોંચે પહેલાં જ મોત થયું. પતિ અને અન્ય ઍક સ્કુટી સવાર ઇજાગ્રસ્ત થયા હતાં.
તેજ રાત્રે બામટી નિશાળ ફળિયા પાસે ૨૨ વર્ષીય દીપેન પટેલ બાઈક અકસ્માતમાં રસ્તા પર ફેંકાઈ જતા ગંભીર ઇજાઓના કારણે મોતને ભેટ્યો હતો ૧ ફેબ્રુઆરીઍ ધામણી ગામ નજીક ઢાળવાળા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતાં ૪૫ વર્ષીય મનોહર પેટાર અને ૭ વર્ષીય વિનેશ પેટારનું સ્થળ પર જ મોત થયુ હતુ આ તમામ બનાવોમાં ઍક બાબત સામાન્ય છેકે વાહનોની પુરઝડપ અને બેદરકાર હંકારી. સતત વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખી સ્થાનિકો પોલીસ દ્વારા સ્પીડ ચેકિંગ, પેટ્રોલિંગ અને કડક દંડની કાર્યવાહી કરવા માંગ કરી રહ્ના છે. ધરમપુર તાલુકામાં માર્ગ સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવામાં ન આવે તો આવી દુર્ઘટનાઓનો આંકડો વધુ વધવાની ભિતી વ્યક્ત થઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્પીડ બ્રેકર, ચેતવણી બોર્ડ, રાત્રિ પેટ્રોલિંગ અને નિયમિત ચેકિંગ જેવી મૂળભૂત સુરક્ષા વ્યવસ્થાઓ હાઈવે અને ગ્રામ્ય માર્ગો પર સ્પીડ ચેકિંગ અભિયાન જોખમી ઢાળ અને વળાંકવાળા સ્થળોઍ ચેતવણી સૂચનો બોર્ડનો અભાવ હોય ત્યાં વ્યવસ્થા કરવી જરૂરી બની છે.
