નાની ઢોલડુંગરી પ્રા. શાળામાં વાર્ષિક દિન ઉજવાયો
- byDamanganga Times
- 04 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૦૩ ઃ નાની ઢોલડુંગરી પ્રાથમિક શાળામાં વાર્ષિક દિન તથા તેજસ્વી તારલાઓ, ગામના સરકારી નોકરીમાં જોડાયેલા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમતા.૩૧/૧ શનિવારે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય-પ્રાર્થના બાદ શાળામાં પ્રથમ આવેલા વિધાર્થીઓને મીરાબેન ઠાકોર દ્વારા પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા, શાળાના બાલવાટિકાથી ધોરણ આઠ ના જે વિદ્યાર્થીઓ પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલા તેઓને જયેશભાઈ પટેલ-ઍલાઈસી દ્વારા મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.ગત વર્ષમાં ગામના જે યુવાનોને નવી સરકારી નોકરી મળી તેમને ઉપસ્થિત મહેમાનો દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.
શાળાના વિકાસમાં મદદરૂપ થનાર અગ્રણીઅોને પણ સન્માનિત કરાયા હતાં. પ્રા. શાળાના વાર્ષિક દિન નિમિત્તે રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ જેવી કે..નૃત્ય.રાસ. ગરબા. નાટક. દેશભક્તિ ગીત. કવ્વાલી. અભિનય ગીતો દ્વારા ગ્રામજનો અને મહેમાનોના દિલ જીતી લીધા હતાં. બાળકોમાં રહેલી સુષુ શક્તિ ખીલવવાનું પ્લેટફોર્મ શાળાઍ પૂરું પાડ્યું. પ્રથમ નાગરિક સરપંચ યોગેશ પટેલના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત ગ્રામજનો અને મહેમાનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના વિકાસ માટે આર્થિક સહયોગ પ્રા થયો હતો.
