વાપીમાં ધોડિયા સમાજનું ૧૯મું પરિચય સંમેલન યોજાયું
- byDamanganga Times
- 04 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૩ ઃ વાપી ખાતે કૌશિક કાંતિલાલ હરિઆ માધ્યમિક શાળા, કરવડ ખાતે કરવામાં આવ્યું હતું. આ ધોડિયા સમાજ દ્વારા આયોજિત ૧૯મું પરિચય સંમેલન સમાજ માટે માત્ર ઍક કાર્યક્રમ નહીં પરંતુ પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્નાં. કુટુંબથી લઈને ગામ અને સમગ્ર સમાજ સુધી દરેક વ્યક્તિઍ આવા સામાજિક કાર્યો કરવા જોઈઍ તેવો સંદેશ આ સંમેલન દ્વારા આપવામાં આવ્યો હતો.
કંઈક નવું કરવાની પ્રેરણા મળી ઍવા ભાવ સાથે આ કાર્યક્રમને હરીશ આર્ટ દ્વારા પણ પ્રેરણારૂપ ગણાવવામાં આવ્યો હતો.
આ સંમેલનમાં વાપી, વલસાડ તથા આજુબાજુના ગામોમાંથી વિધવા, વિધુર અને છૂટાછેડાથી વિખૂટા થયેલા ૫૦થી વધુ પાત્રો ઍક જ સ્થળે ઍકત્રિત થયા હતાં. સમાજમાં સામાન્ય રીતે સંકોચ અને સંવેદનશીલતા સાથે જોવાતા આવા વિષયને ખુલ્લેઆમ સ્વીકારી, માન-સન્માન સાથે પુનર્વિવાહ માટે ઉપલબ્ધ કરાવવાનું કાર્ય આ પરિચય સંમેલન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંમેલન માત્ર પ્રેરણા પૂરતું સીમિત ન રહી, પરંતુ સમાજને પોતાનું ચિત્ર દેખાડતું ઍક અરીસો સાબિત થયું. કાર્યક્રમમાં સુભાષભાઈ, નવીનભાઈ, ગોવિંદભાઈ સહિતના સાથીદારો તેમજ સમાજના આગેવાનોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. વલસાડ અને સુરતથી આવેલા ઍડવોકેટો, તેમજ પ્રમુખ નવચેતન ધોડિયા સમાજના અગ્રણી આગેવાનો પણ આ અવસરે હાજર રહ્ના હતા. મહેમાનો દ્વારા સમાજમાં પુનર્વિવાહ અંગેની માનસિકતા બદલવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ૧૯મું પરિચય સંમેલન સમાજમાં ઍકતા, સંવેદના અને સહકારના ભાવને મજબૂત બનાવતું ઉદાહરણ બન્યું છે અને આવનારા સમયમાં અન્ય સમાજો માટે પણ માર્ગદર્શક સાબિત થશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
